આજવા રોડ ખાતે મહેશ્વરી યુનિક ક્લબ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયોજનમાં સમાજના અગ્રણી સભ્યો, આગેવાનો તેમજ અનેક માનનીય મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભવ્ય સજાવટ, આકર્ષક સંગીત અને ઉત્સાહભેર રમાયેલા ગર્બાથી સમગ્ર માહોલ ધાર્મિક શ્રદ્ધા અને સાંસ્કૃતિક રંગોથી છલકાતો બન્યો હતો.

