ડભોઇ ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ડભોઇ શહેર અને તાલુકામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણ પર સખત નિયંત્રણ લાવવા ડભોઇ પોલીસે ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશના ભાગરૂપે પોલીસે ડભોઇ તાલુકાના ચનવાડા ગામેથી મોટી માત્રામાં ચાઈનીઝ દોરી સાથે એક યુવકની ધરપકડ કરી છે.

ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી
ડભોઇ પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ડભોઇ તાલુકાના ચનવાડા ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં એક યુવક ગેરકાયદેસર રીતે ચાઈનીઝ દોરીનો જથ્થો સંગ્રહ કરીને વેચાણ કરી રહ્યો છે.
આ બાતમીના આધારે, ડભોઇ પોલીસની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.ચનવાડામાંથી લાખોની કિંમતનો જથ્થો ઝડપાયો
પોલીસે ચનવાડા ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતા ૨૭ વર્ષીય વિશાલ વસાવા નામના યુવકને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી તપાસ કરતા તેની પાસેથી ₹૩૯,૨૦૦ (ઓગણચાલીસ હજાર અને બસ્સો રૂપિયા) ની કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે પોલીસે તાત્કાલિક જપ્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચાઈનીઝ દોરી જીવલેણ અને પર્યાવરણ માટે નુકસાનકારક હોવાથી તેના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમ છતાં, તહેવારની લાલચમાં કેટલાક લોકો જીવનું જોખમ ઊભું કરતા આ પ્રતિબંધિત માલનું વેચાણ કરે છે. સપ્લાય ચેઇનની તપાસ શર ડભોઇ પોલીસે હાલમાં વિશાલ વસાવાની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ડભોઇના ચનવાડા બીટ જમાદાર અલ્પેશભાઈ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
પોલીસની પ્રાથમિકતા એ જાણવાની છે કે:
આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો સપ્લાયર કોણ છે આ દોરી ડભોઇ અને આસપાસના વિસ્તારમાં કયા વેપારીઓને કે ગ્રાહકોને આપવાની હતી વિતરણનું નેટવર્ક કયું છેપોલીસ આ સપ્લાય ચેઇનના મૂળ સુધી પહોંચીને આ ધંધામાં સંડોવાયેલા અન્ય મોટા માથાં પર પણ તવાઈ લાવવાની તૈયારી કરી રહી છે. ડભોઇ પોલીસની આ સખત કાર્યવાહીને કારણે ગેરકાયદેસર ચાઈનીઝ દોરી વેચનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

