VADODARA : કોર્પોરેશને ઠેરઠેર ખોદેલા ખાડા જીવલેણ બની રહ્યા છે,યુવકના માેત બાદ ગાયનું રેસ્ક્યૂ

0
27
meetarticle

વડોદરામાં ઠેર ઠેર ખોદી નાંખેલા ખાડા જીવલેણ બની રહ્યા છે.ગઇરાતે અટલાદરા વિસ્તારમાં ખાડામાં ખાબકેલી ગાયને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી.

તાજેતરમાં જ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક પાણીની પાઇપ માટે ખોદેલા ખાડા પાસેની ખુલ્લી ગટરમાં પડી ગયેલા વિપુલસિંહ ઝાલા નામના યુવકનું મોત થતાં લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી.

ગઇકાલે રાતે અટલાદરા મંદિર પાસે છાત્રાલય નજીક આવી જ રીતે ખોદેલા ખાડામાં એક ગાય ખાબકતાં લોકોના ટોળાં જામ્યાં હતા.ગાયને કાઢવાના પ્રયાસો સફળ નહિ થતા હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.ત્યારબાદ લગભગ એક કલાકની જહેમત બાદ ગાયનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here