VADODARA : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યુનિટી માર્ચ કાર્યક્રમ અંતર્ગત યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું

0
24
meetarticle

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યુનિટી માર્ચ કાર્યક્રમ અંતર્ગત યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યુંઅખંડ ભારતનું નિર્માણ કરનારા સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે યોગ શિબિર દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરાઇ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીના ભાગરૂપે એક ભારત શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારત વિકસિત ભારતના હેતુ થી યુનિટી માર્ચ 2025 કાર્યક્રમ અંતર્ગત


વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના લિંગસ્થળી મુકામે પ્રી કલ્ચર એક્ટિવિટી ના ભાગરૂપે યોગ શિબિર નુ આયોજન કરવામાં આવ્યું,જેમાં 250 થી વધુ ગ્રામજનોએ ભાગ લીધો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ગામના સરપંચ શ્રી ચેતનભાઇ એચ ઠાકોર,પિયુષભાઈ પટેલ, મુકેશભાઈ,નગીનભાઈ એ ઠાકોર દૂધસહકારી મંડરીના મંત્રીશ્રી, સનાભાઇ ડી . ઠાકોર,જિલ્લા કોર્ડીનેટર શ્રી ઇન્દ્રજીતસિંહ પરમાર સહિત ડભોઇના યોગકોચ અર્ચનાબેન અને તેઓની ટીમ ઉપસ્થિત રહી હતી યોગ શિબિરના માધ્યમથી યુનીટી માર્ચની જાગૃતિ આવે અને સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને પોતાના જીવનમાં અનુસરે તે હેતુથી સંપૂર્ણ શિબિરને સફળતાપૂર્વક સુચારુરૂપે આયોજત કરવામાં આવ્યું

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here