VADODARA : ગોત્રી હરિનગર બ્રિજ ઉતરતાં પીધેલા થાર ના ચાલકે ડિવાઇડર પર કાર ચડાવી

0
24
meetarticle

ગોત્રી વિસ્તારમાં એક થાર કારના ચાલકે નશામાં ચૂર અવસ્થામાં ડિવાઇડર પર કાર ચડાવી દીધી હોવાનો બનાવ બન્યો હતો.

શહેરમાં નશામાં ચૂર થઇ વાહનો હાંકવાને કારણે અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે ગઇરાતે એક પીધેલા કાર ચાલકે ગોત્રીના હરિનગર બ્રિજ ઉતરતી વખતે ડિવાઇડર પર કાર ચડાવી દીધી હતી.

બનાવની જાણ થતાં કેટલાક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.પોલીસ પણ આવી જતાં કારનો ચાલક નશામાં ધૂત જણાઇ આવ્યો હતો.તપાસ દરમિયાન તેનું નામ અભિરૃધ્ધ વિશ્વાસરાવ સાવંત(ખત્રી પોળ,જ્યુબિલી બાગ)હોવાનું ખુલ્યું હતું.જેથી અકોટા પોલીસે તેની ધરપકડ કરી કાર કબજે લીધી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here