ડભોઈ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ડભોઇ તાલુકાના કરમાલમાં રૂા. 2.70 લાખના દારૂ સાથે બૂટલેગર ઝડપાય ડભોઈ પોલીસે બાતમી આધારે કરમાલ ગામે સંતાડી રાખેલ વિદેશી દારૂના જથ્થા કિંમત રૂ. 2,70,562 સાથે એકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઓપરેશન પરાક્રમ અંતર્ગત રાજ્યમાં દારૂ, જુગાર સહિતના કેશો સોધી કાઢવા મળેલ સૂચના અન્વયે ડભોઈ પોલીસ પી.આઈ. કે.જે. ઝાલાને મળેલ પાક્કી બાતમી આધારે ડભોઈ તાલુકાનાકરમાલ ગામે સ્કૂલ પાછડ આવેલ ઉદ્યોગ ફળિયામાં આવેલ અડારા નીચે સંતાડી રાખેલી કુલ 1076 બોટલ કિંમત રૂ. 270562નો મુદ્દામાલ સ્થાનિક પરેશભાઈ કાલિદાસ ભાઈ બારિયા દ્વારા સંતાડી રાખી તેને સગે વગે કરવાની તૈયારીમાં હતો. તે દરમ્યાન પોલીસે રેડ કરી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સાથે પરેશભાઈ કાલિદાસ બારિયાની ધરપકડ કરી ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

