ડભોઇ તાલુકાના ભીલપુર પાસેથી ગાડીમાં લઈ જવાતા વિદેર્શી દારૂ સાથે બૂટલેગર ઝડપાયો રૂા. 2.72 લાખના વિદેશી દારૂ તથા કાર સહિત રૂા. 4.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ડભોઈ પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત ડભોઈના ભીલાપુર નજીકથી ટાવેરા ગાડીની અંદર લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા અંગે ડભોઈ પીઆઈ કે. જે. ઝાલાને પાકી બાતમી મળી હતી કે એક ટાવેરા ગાડી નસવાડીથી તિલકવાડા રહી ડભોઈથી વડોદરા તરફ જવાની છે. જે ગાડીની અંદર શંકાસ્પદ વસ્તુ ભરેલી છે.

જે આધારે પોલીસ જવાનોની એક ટીમ ડભોઈ તાલુકાના ભીલાપુર આઉટ પોસ્ટ પાસે ગાડીની વોચમાં હતી.દરમ્યાન બાતમી આધારની ગાડી આવતા તેને રોકી તપાસ કરતા ગાડીના વિવિધ ભાગોમાં સંતાડી રાખેલી વિદેશી દારૂનો જથ્થો કુલ બોટલ નંગ 850 કિંમત રૂ.2. 72.000નો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક ઉમેશ ઉર્ફે બનટુ કાવસિંગ મોરી રહે મધુ પલવી ભગત ફળિયુ તાલુકો સોંડવા જિ. અલીરાજપુરની ધરપકડ કરી કાર અને મોબાઈલ સહિત કુલ મુદ્દામાલ રૂ.4,27,000નો કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

