VADODARA : ડભોઇ તાલુકાના સાઠોદ ગામે ભ્રષ્ટાચારનો ધડાકો કામ કર્યા વગર લાખોનું બિલ ચૂકવાઈ ગયું

0
43
meetarticle

ડભોઇ તાલુકાના સાઠોદ ગામમાં બોરવેલ બનાવવામાં આવ્યો છે બોરવેલમાં પાણીનો પાઈપ પણ નથી ઉતારવામાં આવ્યો વીજળી કનેક્શન પણ નથી આપવામાં આવ્યું અને ગ્રેવલ પણ નંદર નાખવામાં નથી આવ્યા અધૂરું કામ છતાં પણ બે લાખ અને 44 હજાર રૂપિયા કોન્ટ્રાક્ટરે ઉપાડી લીધા છે અધિકારીઓની મિલીભગતના કારણે ડભોઇ તાલુકામાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે

ડભોઇ તાલુકાના સાઠોદ ગામે ભ્રષ્ટાચારનો ધડાકો કામ કર્યા વગર લાખોનું બિલ ચૂકવાઈ ગયું, આદિવાસી મહિલાઓનો રણચંડી અવતાર ડભોઇ તાલુકાના સાઠોદ ગામે વિકાસના નામે વ્યાપક ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ગામના આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીના બોર બનાવવાની કામગીરીમાં લાખોની ઉચાપત થઈ હોવાનું સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગ્રામજનોએ તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.


​ડભોઇ તાલુકાના સાઠોદ ગામના બારીશેરી વિસ્તારમાં લગભગ 450 જેટલા આદિવાસી રહીશોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે એક નવો બોર મંજૂર કરવામાં આવ્યો હતો. જોકે, ગ્રામજનોનો આક્ષેપ છે કે:
​કામ અધૂરું, પેમેન્ટ પૂરું: બોર બનાવ્યા બાદ તેમાં મોટર કે પંપ ઉતારવાની કોઈ કામગીરી કરવામાં આવી નથી.લાખોની ઉચાપત: કામગીરી પૂર્ણ થયા વગર જ ‘મહાદેવ ટ્રેડર્સ’ નામના કોન્ટ્રાક્ટરને ₹2,44,000 નું બિલ ચૂકવી દેવામાં આવ્યું છે.તંત્રની મિલીભગત: ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી અને વહીવટદારે કામની ખરાઈ કર્યા વગર જ એજન્સીને નાણાં છૂટા કરી દીધા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.RTI માં વિગતો છુપાવવાનો પ્રયાસ ગામના જાગૃત નાગરિકોએ જ્યારે આ કામ અંગે શંકા જતા RTI (માહિતી અધિકાર) હેઠળ વિગતો માંગી, ત્યારે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. આ બાબતે લોકોની શંકા વધુ પ્રબળ બની છે કે આ કૌભાંડમાં અધિકારીઓની પણ સંડોવણી હોઈ શકે છે.ગ્રામજનોનો આક્રોશ: તંત્ર અને કોન્ટ્રાક્ટરની હાય હાય નારા બોલાવીને વિરોધ કરવામાં આવ્યો હતો
​પીવાના પાણીની હાલાકી વેઠતા સ્થાનિકોએ ભેગા મળીને “ભ્રષ્ટાચાર બંધ કરો અને તંત્ર હાય હાય” ના નારા લગાવ્યા હતા. આદિવાસી વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે સરકાર કાગળ પર વિકાસના કામો બતાવી રહી છે, પણ વાસ્તવમાં અમારે પાણી માટે રઝળપાટ કરવો પડે છે. અમારા હકના પૈસા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ઓહિયા કરી ગયા છે આગામી માંગણીગ્રામજનોએ માંગ કરી છે કે આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજઅધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here