ડભોઇથી બોડેલીને જોડતા વ્યૂહાત્મક રીતે મહત્વના એવા વેગા ચોકડી રેલ્વે ઓવરબ્રિજ પર છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજ પર તંત્રની ઘોર બેદરકારીને કારણે રાત્રિના સમયે અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે.

તંત્રની બેદરકારીના આંકડા બ્રિજ પર મુસાફરોની સુરક્ષા માટે મોટી સંખ્યામાં સોલાર પેનલ અને લાઇટો લગાવવામાં આવી હતી, જેની વિગત નીચે મુજબ છે કુલ થાંભલા: 80 જેટલા
કુલ સોલાર લાઇટો:આશરે 160 બંધ હાલતમાં જોવા મળી રહી છે લાઇટો માત્ર 2 થી 3 લાઈટો ચાલુ છે જેના કારણે આખા પ્રીત પર અંધારપટ છવાઈ ગયું છે મુખ્યસમસ્યાઓ અને જોખમો અકસ્માતની ભીતિ: આ બ્રિજ ડભોઇ અને બોડેલીને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે. રાત્રિના સમયે ઘોર અંધારું હોવાને કારણે વાહનચાલકોને રસ્તો દેખાતો નથી, જેનાથી ગંભીર અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે.સ્ટેટ હાઇવે વિભાગની ઉદાસીનતા: સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં સ્ટેટ હાઇવેના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. લાખો રૂપિયાના ખર્ચે લગાવેલી સોલાર સિસ્ટમ મેન્ટેનન્સના અભાવે ધૂળ ખાઈ રહી છે.લૂંટફાટનો ડર: અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વો દ્વારા વાહનચાલકો સાથે કોઈ અનિચ્છનીય ઘટના બને તેવી પણ દહેશત સેવાઈ રહી છે.

જનતાની માગ અને વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જો કોઈ મોટો અકસ્માત થશે તો તેનો જવાબદાર કોણ તંત્ર જાગે અને કોઈનો જીવ જાય તે પહેલાં આ તમામ 160 સોલાર લાઇટોનું સમારકામ કરાવીને તેને વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી ઉગ્ર માગ ઉઠી છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

