VADODARA : ડભોઇ શહેરમાં અનોખો કિસ્સો જોવા મળ્યો………ગર્લફ્રેન્ડને ખુશ કરવા ચોરી, અકસ્માત અને જેલ

0
37
meetarticle

ડભોઇમાં બાઈક ચોરીના વિચિત્ર કિસ્સાથી ચકચાર ડભોઇ શહેરમાં તાજેતરમાં એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં બે યુવાનોએ પોતાની ગર્લફ્રેન્ડ્સને ખુશ કરવા માટે બાઇકની ચોરી કરી અને બાદમાં ગંભીર અકસ્માતનો ભોગ બન્યા. આ ઘટના યુવાનોને ખોટા રવાડે ચઢવા સામે લાલબત્તી સમાન છે ડભોઇ શહેરના નાનોદી ભાગોળ પાસે આવેલા ભીખાનકુઈ વિસ્તારમાં એક ઘરની બહાર પાર્ક કરેલી મોટરસાયકલની ચોરી થઈ હતી.

પોલીસે ગણતરીના કલાકોમાં આ ચોરીનો ભેદ ઉકેલીને બે યુવાનોને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા યુવાનોની ઓળખ અજયભાઈ દલસુખભાઈ વાઘરી અને કિશન ઉર્ફે ઘસી સોમાભાઈ તડવી (બંને રહેવાસી રામટેકરી, ડભોઇ) તરીકે થઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ બંને મિત્રોએ માત્ર અને માત્ર પોતાની ગર્લફ્રેન્ડ્સને પ્રભાવિત કરવા અને તેમને ખુશ કરવાના ઇરાદે આ ચોરીનો ગુનો આચર્યો હતો

ચોરીની બાઇક પર ગર્લફ્રેન્ડને બતાવવા જતાં ગંભીર અકસ્માત
​ચોરી કરેલી બાઇક લઈને જ્યારે આ બંને યુવાનો પોતાની ગર્લફ્રેન્ડ્સને બતાવવા માટે નીકળ્યા, ત્યારે જ ભાગ્યએ તેમનો સાથ છોડ્યો. રસ્તામાં તેમનો ગંભીર અકસ્માત થયો આ અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી છે. તેને કમર અને માથાના ભાગમાં સખત માર વાગ્યો છે, જેના કારણે તે હાલમાં ટેકા વગર ઊભો પણ રહી શકતો નથી. ખોટી રીતે પૈસા અને વસ્તુઓ મેળવવાની લાલચે તેમને ગંભીર ઈજાઓ અને કાયદાકીય કાર્યવાહીનો ભોગ બનાવ્યા છે.
​ સીસીટીવી ફૂટેજ આધારે ધરપકડ અને પોલીસ કાર્યવાહી બાઇક ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે ચોરીના ગુનામાં બંને યુવાનોની સંડોવણી સ્પષ્ટ દર્શાવે છે. ડભોઇ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં બંને ઇસમોની ધરપકડ કરી લીધી છે કિશન ઉર્ફે ઘસી સોમાભાઈ તડવીને કોર્ટમાં રજૂ કર્યા બાદ વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે મોકલી દેવાયો છે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અજયભાઈ દલસુખભાઈ વાઘરીને હાલ નોટિસ આપીને તેની સારવાર ચાલી રહી છે. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગ વધારવામાં આવશે.ડભોઇ શહેરમાં બનેલા આ કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે. યુવાનીના જોશમાં ગર્લફ્રેન્ડને ખુશ કરવા માટે ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળવાના આ કિસ્સાએ યુવાનોના વાલીઓ અને સમાજમાં ચિંતા પેદા કરી

REPOTER : ફકીરા ખત્રી,ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here