VADODARA : ડભોઇમાં નગરપાલિકાની ઘોર બેદરકારી: અધૂરા ખોદકામના કારણે મહુડી ભાગોળ બહાર જનતાનગર નાકા પર વાહનચાલકો પરેશાન

0
43
meetarticle

ડભોઇ શહેરની મહુડી ભાગોળ બહાર, જનતાનગર નાકા પાસે નગરપાલિકા દ્વારા પીવાના પાણીની પાઇપલાઇન નાખવા માટે કરવામાં આવેલા ખોદકામ બાદ રસ્તાઓને વ્યવસ્થિત ન પૂરવાના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડભોઇ નગરપાલિકાની ઘોર બેદરકારી અને આયોજનના અભાવને કારણે ખોદેલા ખાડાઓ માત્રને માત્ર માટીથી આડેધડ પુરી દેવામાં આવતા આ માર્ગ અત્યંત જોખમી બની ગયો છે.

રાત્રે પાંચથી વધુ વાહનો ખાડામાં ફસાયા, લાંબો ટ્રાફિક જામ આ અધૂરા અને બેદરકારીભર્યા કામને કારણે રાત્રીના સમયે આ વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. એક જ રાતમાં પાંચથી વધુ નાના-મોટા વાહનો આ ખાડાઓમાં ફસાઈ ગયા હતા. વાહનો ફસાતાની સાથે જ આ વ્યસ્ત માર્ગ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે અન્ય વાહનચાલકો પણ કલાકો સુધી અટવાઈ પડ્યા હતા.સૌથી ગંભીર ઘટના ત્યારે બની જ્યારે એક મોટી એલપી ટ્રક આ ઊંડા ખાડામાં ફસાઈ ગઈ હતી. ટ્રક ફસાઈ જતાં તેને બહાર કાઢવાના પ્રયત્નો નિષ્ફળ ગયા અને આખરે ક્રેન બોલાવવાની ફરજ પડી હતી. ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવામાં લાંબો સમય લાગ્યો હતો, પરિણામે ટ્રાફિક જામ વધુ વકર્યો અને લોકોને ભારે હાલાકી વેઠવી પડી.


​જનતાની માંગ: તાત્કાલિક ધોરણે ખાડાઓનું સમારકામ થાય સ્થાનિક વેપારીઓ અને નિયમિત વાહનચાલકોના જણાવ્યા મુજબ, નગરપાલિકાએ પાઇપલાઇનનું કામ પૂરું કર્યા બાદ રસ્તાનું યોગ્ય પુરાણ અને સપાટીકરણ કરવાની જવાબદારી નિભાવી નથી. ખાડાઓમાં માટીનું પુરાણ કર્યા બાદ રોડ-રોલર ફેરવીને અથવા સિમેન્ટ-કોંક્રીટથી યોગ્ય સમારકામ કરવું આવશ્યક હતું, પરંતુ તંત્રની નિષ્કાળજીને કારણે માત્ર માટીનો થર પાથરી દેવામાં આવ્યો છે, જે વરસાદ અને વાહનોના ભારણથી ફરી બેસી

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here