VADODARA : ડભોઈ: આશિયાના બિલ્ડીંગ, ખાટકીવાડ અને કાજીવાડ મસ્જિદ નજીક ગટરનું ‘ગંદુ રાજ’!

0
38
meetarticle

ડભોઈ: આશિયાના બિલ્ડીંગ, ખાટકીવાડ અને કાજીવાડ મસ્જિદ નજીક ગટરનું ‘ગંદુ રાજ’! 7 દિવસથી ગટરો ઉભરાય છે, નગરપાલિકા કુંભકર્ણની નિદ્રામાં ડભોઈ સ્વચ્છતા અભિયાનના દાવાઓ વચ્ચે ડભોઈ શહેરની વાસ્તવિકતા ચોંકાવનારી છે. છેલ્લા એક સપ્તાહથી શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે આશિયાના બિલ્ડીંગ, ખાટકી વાળા અને કાજીવાડ મસ્જિદની આસપાસ ગટરની સમસ્યાએ માઝા મૂકી છે. ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળતા સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવી દુર્ગંધયુક્ત સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સ્થાનિકો અને વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ગટર રાજ’ની ગંભીર અસરો:
​સવારે વહેલા ગટર ઉભરાઈ: આજે વહેલી સવારથી જ ગટરનું પાણી એટલા મોટા પાયે ઉભરાયું કે પગ મૂકવાની જગ્યા નહોતી.
​ધાર્મિક સ્થળ પર મુશ્કેલી: નજીકમાં આવેલી મસ્જિદોમાં અવર-જવર કરતા લોકોને અને મુસાફરોને આ ગંદા ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે. પવિત્ર સ્થળની આસપાસ આવી ગંદકી હોવાથી લોકોમાં રોષ છે.વેપારીઓને ફટકો: ગટરના પાણી અને તીવ્ર દુર્ગંધને કારણે ગ્રાહકો આ વિસ્તારમાં આવવાનું ટાળી રહ્યા છે. પરિણામે, સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગારને મોટો ફટકો પડી રહ્યો છે.


​મહામારીનું જોખમ: એક તરફ લગ્નગાળો નજીક છે, ત્યારે ગંદુ પાણી સ્થિર થવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને પાણીજન્ય રોગો તથા અન્ય મહામારી ફેલાવવાનો ભય તોળાઈ રહ્યો છે. સત્તાધીશોને સણસણતો સવાલ સ્થાનિકોનો આક્ષેપ છે કે ડભોઈ નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી થઈ નથી.
​”શું ડભોઈ નગરપાલિકાના અધિકારીઓ અને આ વિસ્તારના ચૂંટાયેલા સભ્યોને આ ઉભરાતી ગટરો દેખાતી નથીકે પછી તેમને ફક્ત ત્યારે જ સ્વચ્છતા દેખાય છે, જ્યારે કોઈ રાજકીય નેતા કે ઉચ્ચ અધિકારી શહેરમાં આવવાના હોય? કારણ કે તેવા સમયે રાતોરાત આ વિસ્તારની સાફ-સફાઈ કરી દેવામાં આવે છે સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો.એક તરફ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ‘સ્વચ્છતા અભિયાન પખવાડિયા’ જેવા કાર્યક્રમો ચલાવવામાં આવે છે, ત્યારે ડભોઈમાં સર્જાયેલી આ સ્થિતિ સ્વચ્છતાના દાવાઓની પોકળતા બતાવે છે. લોકોમાં ચર્ચા છે કે આ ડભોઈ છે કે ‘દર્ભાવતીસ્થાનિક પ્રશાસન તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી નિકાલ લાવે અને પ્રજાને ગંદકીમાંથી મુક્તિ અપાવે તે અત્યંત જરૂરી છે


આશિયાના બિલ્ડીંગ પાસે ગટરની સમસ્યા ઘણા સમયથી છે નગરપાલિકાના કર્મચારીઓ આવે છે સળિયા મારી ચોખ્ખી થઈ જાય છે ફરી બીજા દિવસે એવી નિમિત થઈ જાય છે એનું કાયમી કોઈક નિકાલ લાવો એવી અમારી માંગ છે અહીં નજીકમાં મસ્જિદ અને મદ્રાસ પણ આવેલી છે અહીંથી ઓવરલોડ કરવામાં પણ તકલીફો પડી રહી છે કેટલાક દુકાનદારો તેનાથી પરેશાન થઈ ગયા છે ધંધા રોજગાર પણ ચાલતું નથી. વેરી તકે નગરપાલિકાના સત્તાધીશો એનો ચોક્કસ કોઈ નિકાલ લાવે તેવી માંગ અથવા પામી છે

ડભોઇ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પ્રશ્નનો નિકાલ આવતો નથી કટરો છેલ્લા સાત દિવસથી ઉભરાય છે આ સવારે તો આખા વિસ્તારમાં કરો ગટરનું પાણીના કારણે દુકાનો પર ઘરાકો આવતા નથી જેને લઈને બહુ મોટી તકલીફો પડી રહી છે ગંદા પાણી ઉપર હોય તો આ વિસ્તારમાં ઘરાકો પોતાની શાકભાજી અને અનાજ પાણી લેવા માટ ઘરાકે આવતા નથી મોટો ફટકો વેપારીઓના પડ્યો છે વહેલી તકે ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો જાગે નેનો નિકાલ લાવે એવી અમારી માગણી છે

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here