VADODARA : ડભોઈ તરસાણા ચોકડી પર કચરાના ઢગ સ્વચ્છતા અભિયાનના ધજાગરા

0
40
meetarticle

ડભોઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત ભારતના સપનાને સાકાર કરવા પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે ડભોઈ શહેરના પ્રવેશદ્વાર પર જ જોવા મળી રહેલો કચરાનો અસહ્ય માહોલ તંત્રની બેદરકારી છતી કરે છે.

ડભોઈ-તરસાણા ચોકડીથી ગામમાં પ્રવેશી રહેલા નાગરિકોને સૌથી પહેલા જ કચરાના ઢગે ઢગ અને પ્લાસ્ટિકનો જમાવડો આવકારે છે, જે શહેરની છબી ખરાબ કરી રહ્યો છે ડભોઈ નગરપાલિકા દ્વારા કચરાનો નિકાલ કરવા માટે મોડલ ફોર્મ ખાતે કચરો નાખવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. આટલું સ્પષ્ટ આયોજન હોવા છતાં, શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર જ આ પ્રકારે કચરો ખડકાયેલો રહેવો એ નગરપાલિકાના અમલતંત્રની નિષ્ફળતા દર્શાવે છે.


​એક તરફ, ડભોઈ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની વાતો થઈ રહી છે, તો બીજી તરફ, આ જ સ્થળે પ્લાસ્ટિકનો મોટો જથ્થો ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે. આ કચરાના ઢગમાં ખાસ કરીને પ્લાસ્ટિકનું પ્રમાણ વધુ હોવાથી પર્યાવરણને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે સ્વચ્છતા પખવાડિયાનો કેવો અમલ
​શહેરમાં નિયમિતપણે સ્વચ્છતાના પખવાડિયા અને સફાઈ અભિયાનો ચલાવવામાં આવે છે, જેના પર લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમ છતાં, આ મુખ્ય માર્ગ પર કચરાના ઢગ ખડકાયેલા રહે છે, જે દર્શાવે છે કે કાં તો આ અભિયાનો માત્ર કાગળ પર જ છે, અથવા તો જાહેર જનતામાં જાગૃતિ લાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે. સ્થાનિક લોકો નિયમિતપણે આ જગ્યાએ કચરો નાખતા હોવાથી સમગ્ર રોડ પર કચરો ફેલાયેલો રહે છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે.ડભોઈ-તરસાણા ચોકડી એ શહેરનું પ્રવેશદ્વાર છે. આટલી મોટી ગંદકી સાથે શહેરમાં પ્રવેશ કરવો એ શરમજનક છે. નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ કચરાના ઢગ હટાવવા જોઈએ અને અહીં કચરો નાખતા લોકો સામે કડક દંડનીય કાર્યવાહી કરવી જોઈએ. આનાથી અવર-જવર કરતા લોકોને અને શહેરમાં એન્ટર થતા મહેમાનોને મોટી રાહત મળશે.
​ડભોઈ નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લઈ આ કચરાના ઢગ હટાવીને આ વિસ્તારને સંપૂર્ણપણે સ્વચ્છ બનાવે તે જરૂરી છે, જેથી સ્વચ્છ ડભોઈ શહેરનું નિર્માણ થઈ શકે.
​ડભોઈ નગરપાલિકા આ બાબતે શું કાર્યવાહી કરે છે, એ જોવાનું રહ્યું

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here