વડોદરા-ડભોઈ-સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા ભીલાપુર-રાજલી ક્રોસિંગ નજીક ગમખ્વારઅકસ્માતોની વણઝારથી રોષે ભરાયેલા ગ્રામજનોએ રસ્તો રોકીને ચક્કાજામ કર્યું છે.અકસ્માતોનો સિલસિલો અને લોકોનો આક્રોશ પાંચ નિર્દોષના મોત: છેલ્લા એક જ અઠવાડિયામાં ભીલાપુર અને રાજલી ક્રોસિંગ વચ્ચે થયેલા અકસ્માતોમાં પાંચ જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે.કારણ: વડોદરાથી ડભોઈ તરફ જતો સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પહોળો કરવાનું કામ ચાલુ હોવાથી ટ્રાફિકને વન-વે કરવામાં આવ્યો છે, જેના પરિણામે અકસ્માતોની સંખ્યામાં મોટો વધારો થયો છે.

ભોગ બનતા નાના વાહનચાલકો: ટ્રાફિક વન-વે કરાતાં ખાસ કરીને નાના વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. માર્ગ બંધ થતાં ટ્રાફિક જામની સ્થિતિ
મુખ્ય માર્ગ પર ચક્કાજામ થવાને કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.ગ્રામજનોની મુખ્ય માગણી ગ્રામજનોએ ઢાઢર નદીના બ્રિજ ઉતરતાની સાથે જ ડિવાઇડર તોડીને ટ્રાફિક ડાયવર્ટ કરવાની તાત્કાલિક માગણી કરી છે.

ગ્રામજનોએ તંત્રની ઘોર બેદરકારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. આંદોલનની ચીમકીગ્રામજનોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ૨૪ કલાકમાં તેમની માગણીનો યોગ્ય નિકાલ નહીં લાવવામાં આવે, તો ફરીથી ચક્કાજામ અને આંદોલન કરવામાં આવશે.

આ ગંભીર પરિસ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તે જરૂરી છે, જેથી વધુ નિર્દોષ લોકોનો ભોગ ન લેવાય વહેલી તકે તંત્ર જાગે એનો ચોક્કસ કોઈ નિરા કરણ લાવે એવી ગામજનોની માંગ છે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

