ડભોઈ ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડભોઈના નાંદોદી ભાગોળ સ્થિત હરિહર આશ્રમ દ્વારા માનવતાવાદી કાર્ય કરવામાં આવ્યું છે. નવનાથ કાવડ યાત્રાના પ્રણેતા અને હરિહર આશ્રમના મહંત પરમ પૂજ્ય વિજયજી મહારાજ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો પણ ઉત્સાહભેર તહેવાર ઉજવી શકે તેવા હેતુથી પતંગ અને દોરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.૧૫ વર્ષથી સતત સેવાનો યજ્ઞ હરિહર આશ્રમ ખાતે છેલ્લા ૧૫ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે.

આશ્રમના મહંત વિજયજી મહારાજ દર વર્ષે ઉત્તરાયણ નિમિત્તે ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરે છે. આ વર્ષે પણ આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના તેમજ સરકારી શાળા અને છાત્રાલયના ૬૦૦થી વધુ બાળકો ઉમટી પડ્યા હતા.

મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરણ આ પ્રસંગે અનેક સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખઅશ્વિનભાઈ પટેલ તાલુકા મહામંત્રી કિરીટભાઈ વસાવા ભાજપના આગેવાન વિજયભાઈ શાહ
સંદીપભાઈ શાહ આ મહાનુભાવોના હસ્તે બાળકોને પતંગ અને દોરીના પેકેટ અર્પણ કરવામાં આવ્યા હતા.ખાણી-પીણી અને આનંદનો સંગમ માત્ર પતંગ-દોરી જ નહીં, પરંતુ બાળકોને ઉત્તરાયણની સ્પેશિયલ વાનગીઓ જેવી કે ચીકી અને બોરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આશ્રમ અને સરકારી શાળાના નાના ભૂલકાઓ પતંગ-દોરી હાથમાં આવતા જ આનંદિત થઈ ઉઠ્યા હતા અને તેમના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.મહંત વિજયજી મહારાજે જણાવ્યું હતું કે, “બાળકો માટે ઉત્તરાયણ એ સૌથી પ્રિય તહેવાર છે. કોઈ પણ બાળક સાધનોના અભાવે આ પર્વના આનંદથી વંચિત ન રહી જાય તે જોવાની આપણી સામાજિક જવાબદારી છે. આ પરંપરા આગામી સમયમાં પણ ચાલુ રહેશે

