ડભોઈ, ગુજરાત: સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા ખિદમતે ખલક ફાઉન્ડેશન દ્વારા ડભોઈ ખાતે એક વિશાળ હિજામા કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 100 થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને હિજામા થેરાપીનો લાભ લઈને પોતાના સ્વાસ્થ્યની કાળજી લીધી હતી.હિજામા, જે એક પ્રાચીન ઉપચાર પદ્ધતિ છે, તે શરીરને શુદ્ધ કરવામાં અને વિવિધ રોગોથી બચાવવામાં મદદરૂપ થાય છે. આ કેમ્પનું આયોજન સમાજના લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું, જેથી તેઓ આ આધુનિક અને અસરકારક ઉપચારનો લાભ વિના મૂલ્યે મેળવી શકે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખિદમતે ખલક ફાઉન્ડેશનના પ્રમુખ મુજીબુરરહેમા સૈયદ સાથે અગ્રણીઓ અજ્જુ બાપુ સૈયદ, મોઈન બાપુ સૈયદ, યાસીન બાપુ, ઈમરાન મલેક, ઈબ્રાહીમ મહુડાવાલા, શબ્બીર ખોખર, ઈમરાન કુરેશી અને મોટી સંખ્યામાં યુવા સ્વયંસેવકો હાજર રહ્યા હતા. આ તમામ સભ્યોના સહયોગ અને નિષ્ઠાને કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો અને સમાજમાં સ્વાસ્થ્ય જાગૃતિનો સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો.
કેમ્પમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ આ આયોજનની ખૂબ પ્રશંસા કરી હતી. ખિદમતે ખલક ફાઉન્ડેશનના આ પ્રશંસનીય પગલાથી સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધશે અને ભવિષ્યમાં આવા વધુ સેવાકીય કાર્યો માટે પ્રોત્સાહન મળશે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

