ડભોઈના બોરિયાદ ગામના યુવકે ઝેરી દવા પી લેતા મોત મલેશિયા જવા માટે નાણાં બાબતે કોર્ટમાં કેસ ચાલતો હતો તેનો નિર્ણય નહીં આવતા અંતિમ પગલું ભર્યુંડભોઇ તાલુકાના બોરિયાદ ગામના યુવકે નાણાંના પ્રશ્ને ઝેરી દવા પી લઈને મોતને વહાલુ કર્યું હતું.મળતી વિગત મુજબ ડભોઈ તાલુકાના બોરિયાદ ગામના પટેલ ફળિયામાં રહેતા ૨૮ વર્ષના ભાવેશ જયેશ પ્રજાપતિ મલેશિયા જવા માટે ઉત્સુક હતા. તેથી મલેશિયા જવા માટે તેમણે નાણાં ભર્યા હતા. તે બાદ એજન્સી દ્વારા તેમને મલેશિયા મોકલાયા ન હતા. તેથી નાણાં અંગે કોર્ટમાં કેસ કર્યો હતો તે ચાલતો હતો પરંતુ તેનો નિર્ણય આવતો ન હતો. તેથી તેઓ તનાવગ્રસ્ત રહેતા હતા. ગતરાત્રે ૧:૩૦ વાગ્યે તેઓ પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લેતા વોમીટ થવા માંડ્યાથી તેમને પ્રથમ ડભોઇની અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ડભોઇ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ
