ભોઈના વેગા ચોકડી નજીક આવેલી શ્રીરામ ટીમ્બર્સના માલિક ઉપર જીવલેણ હુમલો કરી ૪૭,૦૦૦ની સનસનાટીભરી લૂંટના ગુનામાં જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક લૂંટારાને જૂનાગઢના વિસાવદરથી ઝડપી પાડી તેના ફરાર ત્રણ સાગરિતોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. વેપારીને ત્યાં નોકરી કરી તેની રહેણી કરણી જાણી લીધા બાદ નોકરી છોડી દઈ પોતાના સાથીદારો સાથે ત્રાટકી લૂંટ કરવાની એમઓ ધરાવતો મધ્યપ્રદેશનો આ લૂંટારૂ ૨૦૦૫થી ગુનાખોરીમાં છે અને મધ્યપ્રદેશમાં એક હત્યાના ગુનામાં તેને સજા પણ થઇ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર પખવાડીયા અગાઉ ડભોઈ વેગા ચોકડી નજીક આવેલી શ્રીરામ ટીમ્બર્સના માલિક ઉપર જીવલેણ હુમલો કરી ૪૭,૦૦૦ની લૂંટ ચલાવી લૂંટારા ફરાર થઇ ગયા હતા. આ ગુનાની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોઈ સિસોદીયા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી

હતી. જેમાં બાતમી મળી હતી કે લૂંટને અંજામ આપનાર દયારામ ઉર્ફે દયાલ ઉર્ફે સૂરજ ભુરા મોહનીયા (રહે. તડવી ફળિયું, હત્યાદેલી જિ.જમ્બુવા) હાલ જૂનાગઢના વિસાવદર તાલુકાના મહુડા ગામની સીમમાં રહે છે.જેને પગલે એલસીબીની ટીમે છાપો મારી તેની ધરપકડ કરી સઘન પુછપરછ હાથ ધરતા તેણે લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. દયારામ મોહનીયા શ્રીરામ ટીમ્બર્સમાં મજૂરી કામ કરતો હતો અને નજીકની ઓરડીમાં પરિવાર સાથે રહેતો હતો. ગુનાને અંજામ આપતા પહેલા તેણે પંદર દિવસ અગાઉ
નોકરી છોડી દીધી હતી. ટીમ્બર્સના માલિકની રહેણી કરણીથી વાકેફ હોવાથી પોતાના અન્ય ત્રણ સાથીદાર સાથે લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો. રાત્રીના અંધારામાં હુમલો કરી માલિક મોતને ભેટ્યો છે તેવું સમજી ઓરડીમાં નાંખી રૂા. ૪૭,૦૦૦ રોકડા લૂંટી ફરાર થઇ ગયા હતા
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

