ડિજિટલ એરેસ્ટ થી ગભરાયેલા ખેડૂતે આત્મહત્યા કરી હોવાની ઘટના ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામના ખેડૂત નો આત્મહત્યા નો મામલોદિલ્હી એટીએસના અધિકારી ના નામે વારંવાર કોલ કરી ખેડૂતને ડિજિટલ એરેસ્ટ કરી અપાતી હતી ધમકી

ખેડૂતના ખાતામાં 40 કરોડના ફ્રોડ થયો હોવાનું મોબાઈલ ફોન પર અપાતી હતી ધાક ધમકીપોલીસે સુરતથી બે આરોપીની કરી ધરપકડપકડાયેલા આરોપી દ્વારા મોબાઈલ સીમકાર્ડ પ્રોવાઇડ કરાયું હોવાની વિગત બહાર આવીઆંતર રાજ્ય તેમજ વિદેશમાં સીમકાર્ડ આપતા હતા આરોપીઆરોપી નિકુંજ નરેશ પાનસુરીયા તેમજ તેના પિતરાઈ કેનીલ ભાવેશ પાનસુરીયા રહે સુરત ને પોલીસે ઝડપી પાડ્યાપોલીસે લોગીન આઈ પી ની વિગત લઈ વધુ તપાસ હાથ ધરીબન્ને આરોપી ઓના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરાઈ ડભોઈના ખેડૂત આત્મહત્યા કેસમાં પોલીસે સુરતના બે ભેજાબાજોની અટકાયત કરીડિજિટલ એરેસ્ટનો ભોગ બનેલાં ડભોઈના ખેડૂતે આત્મહત્યા કરી લીધી હતીબ્લેકમેઈલ કરી ત્રાસ આપતા ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લીધી હતીસમગ્ર કૌભાંડના તાર કંબોડિયા સુધી લંબાયેલા છે પોલીસે આજે અટક કરેલાં બંન્ને આરોપીઓ નિકુંજ નરેશ પાનસુરીયા અને તેનો પિતરાઈ ભાઈ ભાવેશ પાનસુરીયા સીમકાર્ડ સપ્લાય કરતાં હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. ડીજીટલ એરેસ્ટ કરવાના આ કૌભાંડના તાર છેક કંબોડીયા સુધી લંબાયેલા છે. બે ભેજાબાજોએ કંબોડીયાથી ફોન કરીને ડભોઈના વૃધ્ધ અતુલ પટેલને ડીજીટલ એરેસ્ટ કર્યા હતા.ડભોઈના કાયાવરોહણના વૃદ્ધ ખેડૂતે ડિજિટલ એરેસ્ટના ત્રાસથી કરેલા આપઘાત પ્રકરણમાં આખરે પોલીસે ATSના બોગસ અધિકારી સામે આજે દુત્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.આ ગુના હેઠળ પોલીસે ગણતરીના કલાકોમાં જ સુરતના બે બેજાબાજ આરોપી નિકુંજ નરેશ પાનસુરીયા અને તેનો પિતરાઈ ભાઈ કેનિલ ભાવેશ પાનસુરીયાને ઝડપી લીધા હતા. નોંધનીય છે કે, સૌપ્રથમવાર આ પ્રકારે ગુનો નોંધાયો છે. એટલુંજ નહીં, પોલીસે આ પ્રકારના ગુનામાં આરોપીઓની અટકાયત કરી હોવાનું પણ પ્રથમવારબન્યુછે.કાયાવરોહણમાં રહેતા અતુલ હિરાભાઈ પટેલ (ઉ.૬૫)ને ATSના અધિકારીના નામે ભેજાબાજે મેસેજ, વોટ્સએપ અને વીડિયો કોલ કયાં હતાં. ભેજાબાજે રૂપિયા કઢાવવા માટે વૃદ્ધ ખેડૂતને ગર્ભીત ધમકીઓ આપી બ્લેકમેઈલ કરી માનસિક ત્રાસ આપી ડિજિટલ એરેસ્ટ
કયાં હતાં. અજાણ્યા શખસના ત્રાસથી અતુલભાઇએ ગત તા.૧૭મીએ વહેલી સવારના સમયે ઝેરી દવા ગટગટાવી હતી. જેના દિવસે સારવાર દરમિયાન હોસ્ટિલના બિછાને અતુલભાઈનું મોત થયું હતું. ડિજિટલ એરેસ્ટના આ પ્રકરણમાં મૃતકના સંબંધી અંશ પટેલે ડભોઈ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૧૬મીએ અતુલભાઈ ફોન પર હિન્દીમાં કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતા હતાં. હું ઉપર ગયો તો મને નીચે જવાનો ઈશારો કર્યો હતો. જે બાદ થોડી-થોડી વારે કોઈના ફોન આવતા હતાં. જેથી તેઓ ટેન્શનમાં જણાતા હતાં. ATSના ઇન્સ્પેક્ટર ગૌરવ ગોવર જેથી મે પુછતા તેમને જવાબ આપ્યો હતો કે, કોઈ ATS હોવાનો દાવો કરી મને વીડિયો કોલ કરે છે. મને કહે છે કે, તમારા મોબાઈલ નંબરથી કોઈ બીજાએ ફોડ કર્યું છે. જે બાદ સવારે કામ થઈ જશે તેવું કહી મને બીજી વ્યક્તિને જણાવવાની ના પાડી હતી. આ મામલેડભોઈ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે BNSની કલમ ૧૦૮, ૩૫૧ (૨), ૩૧૯ (૨) અને આઈટી એક્ટની કલમ ૬૬ (સી), ૬૬ (ડી) મુજબ ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનિય છે કે, પોલીસે મોબાઇલ નંબરને આધારે તપાસ શરૂ કરી આજે આ ડીજીટલ એરેસ્ટના કેસમાં સુરતના બે આરોપીઓ નિકુંજ નરેશ પાનસુરીયા અને તેનો પિતરાઈઅને તેનો પિતરાઈ કેનીલ ભાવેશ પાનસુરીયા રહેવાસી સુરત પકડી પાડયો હતો.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

