VADODARA : ડ્રગ્સ માફિયાઓને નાથવા વડોદરામાં એન્ટિ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ઝોનલ ઓફિસ શરૃ

0
18
meetarticle

 વડોદરા શહેરમાં આજે રાજ્ય પોલીસ વડાએ ક્રાઇમ કોન્ફરન્સ યોજી ડ્રગ્સ અને સાયબર ફ્રોડના મુદ્દે પોલીસને સતર્ક રહી ઝડપી પરિણામ લાવવા તાકિદ કરી હતી.

રાજ્યના પોલીસ વડા ડો.કેએલએન રાવે આજે વડોદરા ખાતે યોજેલી પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સમાં વડોદરા શહેર,જિલ્લા,રેલવે, રેન્જના જિલ્લાઓ,સીઆઇડી,સ્ટેટ ટ્રાફિક, જેલ સહિતના વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

લગભગ ત્રણ કલાક ચાલેલી આ કોન્ફરન્સમાં દરેક વિભાગોના સંકલન અને ક્રાઇમ રેટ ઘટે તેવા પ્રયાસો પર ભાર મુકવામાં આવ્યો હતો.ગુનાઓના ડિટેક્શનની સાથેસાથે પ્રિવેન્શન તેમજ સાયબર ફ્રોડ અને ડ્રગ્સ જેવા મુદ્દે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

ડીજીપીએ મીડિયાને કહ્યું હતું કે,ગુજરાત એક સરહદી રાજ્ય છે અને ડ્રગ્સ માફિયાઓને નામશેષ કરવાનો આપણો ધ્યેય છે.જેના ભાગરૃપે રાજ્યમાં એન્ટિ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની છ ઝોનલ ઓફિસ શરૃ કરાઇ છે અને તેમાં આજે વડોદરા ઓફિસનો નિઝામપુરામાં પ્રારંભ કરવામાં આવ્યો છે.સાયબર ફ્રોડના કેસમાં પણ જો એક કલાકમાં પોલીસનો સંપર્ક થાય તો ઘણા સારા પરિણામ મળી શકે તેમ છે.વડોદરા શહેરમાં નવા ૧ હજાર લોક રક્ષક જવાનો ભરતી કરવામાં આવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here