વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં તાંદળજા ખાતે મોતને આંમત્રણ આપતા ઊંડા ખાડાથી મોટી દુર્ઘટનાનો ભય સેવાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં તાંદલજા પત્રકાર ચાર રસ્તાથી વાસણા જતા માર્ગ પર આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપની બહાર ગેટકો દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી અંગે રોડની બાજુમાં ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે. ખાડો ખોદાયા બાદ પૂરતી સેફટી પણ નહીં હોવાના કારણે, બેરીકેડ વચ્ચે અકસ્માતનો ભય વધ્યો છે. સ્થાનિક આગેવાને સેફટીના અભાવ અંગે જવાબદાર તંત્ર સામે આક્ષેપ કરીને આ મસમોટા ઊંડા ખાડાથી કોઈ ગંભીર દુર્ઘટના સર્જાઈએ અગાઉ સાવચેતીના નીતિ નિયમોનું પાલન કરીને સ્થાનિક રહીશો સહિત રાહદારીઓની સલામતી અંગે યોગ્ય કાર્યવાહી કરે એ અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું.

