ડભોઇ તાલુકાના તીર્થસ્થાન ચાણોદ થી પારંપરિક રીતે જગત જનની મા જગદંબા ના ભક્તો શક્તિપીઠ અંબાજી ખાતે પદયાત્રા દ્વારા પ્રસ્થાન કરે છે ચાલુ સાલે 20 મા વર્ષ મંગલ પ્રવેશ સાથે ૪૦ જેટલા પદયાત્રીઓ એ ચાણોદ વેરાઈ માતા ના ચોકમાં જગદંબાની મહા આરતી સામુહિક આરતી સાથે 52 ગજની ધજા લઈ અંબાજી જવા પ્રસ્થાન કર્યું હતું

વેરાઈ માતાજી મુખ્ય બજાર ચાર રસ્તા થઈ સુપ્રસિદ્ધ મલ્હારાવઘાટ ખાતે મા નર્મદાજીના દર્શન પૂજન આશીર્વાદ સાથે ચાણોદ થી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પ્રસ્થાન કર્યું હતું આ પ્રસંગે ચાણોદ સહીતના પંથક માંથી મોટી સંખ્યામાં ધજાયાત્રા સાથે પદયાત્રી સાથે જોડાયા હતા ચાણોદના માર્ગો બોલ મેરી મૈયા અંબે મૈયા ના જયકારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું પદયાત્રીઓ એ મા જગદંબાની બાવન ગજની ધજા સાથે ડાકોરના રણછોડરાય ની ધજા તેમજ ખેડબ્રહ્મા ખાતે માં અંબાજીની ધજા લઈ પ્રસ્થાન પગપાળા પ્રસ્થાન કર્યું હતું આમ ચાણોદ થી વડોદરા થઈ સંઘ ડાકોર ખેડબ્રહ્મા મોટા અંબાજી ખાતે દસ દિવસમાં પહોંચશે ગબ્બર પર ધજા લહેરાવશે બીજે દિવસે 52 ગજની ધજા મોટા અંબાજી ખાતે ચઢાવવામાં આવશે ત્યારે ચાણોદ થી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આ અવસરે લાહવો લેવા મટશે .છેલ્લા 20 વર્ષથી ચાણોદ થી અંબાજી સંઘ ઉપાડતા સંઘના પ્રમુખ વ્રજેશભાઈ વ્યાસ ના જણાવ્યા પ્રમાણે સંઘ 10 દિવસમાં અંબાજી પહોંચશે ત્યારે અંબાજી ખાતે પારંપરિક રીતે ત્યાં પણ ધજા યાત્રા ઢોલ નગારા સાથે નીકળશે માં જગદંબા સૌની મનોકામના પૂર્ણ કરે જય અંબે
Repoter : મુકેશ ખત્રી ચાણોદ

