ડભોઇ તાલુકાના તીર્થસ્થાન ચાણોદ ખાતે તુલસી વિવાહ ની પારંપરિક રીતે ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે ભગવાન શ્રી દામોદર અને તુલસી માતા સાથે શાસ્ત્રો વિધિ વિધાન સાથે લગ્ન યોજવામાં આવે છે કારર્તક માસ ને અગિયારસે વહેલી સવારે મંગળા આરતી યોજાય હતી મુખ્ય બજાર સ્થિર આવેલા રણછોડજી મંદિર ખાતે બિરાજમાન ભગવાન શ્રી પુષ્પો અલંકારોથી આભૂષણથી સોળે શણગાર સજેલા દિવ્યમાન દર્શન પૂજન કરી ભક્તો ધન્યતા અનુભવી હતી. આરતી સાથે શરણાઈના સૂર રેલાવતા ભગવાનશ્રીની પારકી યાત્રા નીકળી હતી રામજી મંદિર શેષનારાયણ મંદિર વિસ્તાર સહિત ગાંધી ટેકરા વિસ્તાર માં ભગવાન શ્રી ને પાલખીયાત્રા નીકળી હતી .

ઠેર ઠેર ભક્તોએ ઘેરે ભગવાનશ્રીની પધરામણી કરાવી ધન્યતા અનુભવી હતી બપોર પછી કપિલેશ્વર બજાર મલ્હારાવ ઘાટ બસ સ્ટેન્ડ વિસ્તાર માં ભગવાન શ્રી ની પારખીયાત્રા નીકળી હતી આ પ્રસંગે ભગવાન શ્રી ની નગર યાત્રા માં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા બેન્ડવાજા સાથે ભક્તિ સંગીત થી વાતાવરણ ગુંજી ઉઠ્યો છે ચાણોદ નગરજનો એ ભગવાન શ્રી ની પધરામણી માટે ઘરે રસ્તાઓ પર રંગોળી પુરી હતી સાથે રોશની થી સજાવવામાં આવ્યા હતા. ભગવાન શ્રી ને પુષ્પો અક્ષત થી વધામણા કર્યા હતા રાત્રે રણછોડરાય મંદિર ખાતે હિન્દુ ધર્મ પ્રમાણે શાસ્ત્રો વિધિ વિધાન સાથે ભગવાન શ્રી ના તુલસી માતા સાથે લગ્ન યોજાયા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો લગ્ન માલવા ઉમટીયા હતા ભગવાન શ્રી ના લગ્ન સાથે હિન્દુ શુભ મુહૂર્ત લગ્ન સહિત શુભ પ્રસંગોની શરૂઆત કરાય છે ભગવાન શ્રી ના લગ્ન સાથે હિન્દુઓ લગ્ન કંકોત્રી લખવાના લગ્ન ના સાર સામાન સહિત ની ખરીદીઓ કરતા હોય છે
REPORTER : મુકેશ ખત્રી ચાણોદ

