VADODARA : દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો

0
13
meetarticle

દંતેશ્વર વડલા ફળિયામાં રહેતો કમલેશ સિંહ સનાભાઇ પઢીયાર ઈલેક્ટ્રિશિયનનું કામ કરે છે મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી છે કે, દંતેશ્વર તળાવની સામે આવેલ રામજી મંદિરના ટ્રસ્ટમાં હું છેલ્લા છ વર્ષથી પ્રમુખ છું આ મંદિરની જમીનમાં ચેતનભાઇ ગુણવંતભાઈ ભૈયાનું મકાન આવેલું છે આ મકાન પોતાની માલિકીનું બતાવવા માટે તેણે રામજી મંદિર ટ્રસ્ટ પર કોર્ટમાં કેસ કર્યો છે. જે કેસ હાલમાં ચાલુ છે ગત 28ની તારીખે અમારા ટ્રસ્ટ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે માટે ગ્રુપ આવ્યું હતું.

રાત્રે 8:30 વાગ્યે સુંદરકાંડ શરૂ થયો હતો. આશરે સવા નવ વાગે ચેતન ભૈયા ખુલ્લી તલવાર લઈને આવ્યો હતો અને સુંદરકાંડના સ્ટેજ પર ચડી ગયો હતો એકદમ બૂમો પાડતો હતો કે સુંદરકાંડ બંધ કરો તે સમયે ત્યાં હાજર દેવર્સભાઈ બ્રહ્મભટ્ટ , જીજ્ઞેશભાઇ ધોબી તથા પ્રકાશ બ્રહ્મભટે સ્ટેજ પર જઈને ગુણવંતની નીચે ઉતાર્યો હતો. હું સ્ટેજ નીચે હતો ત્યારે ચેતન મારી પાસે આવ્યો હતો અને ઉપર તલવારથી હુમલો કર્યો હતો, પરંતુ હું ખસી જતા મને વાગ્યું નથી ત્યારબાદ તે જાનકી મારી નાખવાની ધમકી આપે જતો રહ્યો હતો. તેણે દારૂનો નશો કર્યો હોય પોલીસે અલગથી તેની સામે ગુનો દાખલ કર્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here