સુભાનપુરા અમીન પાર્ટી પ્લોટ પાસે દારૃનો નશો કરીને ધમાલ કરતા છ નશેબાજોને પોલીસે ઝડપી પાડયા છે.

સુભાનપુરા અમીન પાર્ટી પ્લોટ પાસે કેટલાક લોકો દારૃ પીને ધમાલ કરતા હોવાનો મેસેજ મળતા ગોરવા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી દારૃનો નશો કરેલા (૧) કેતન પરસોત્તમભાઇ રાણા ( રહે.ભાલેરાવ ટેકરો, રાવપુરા) (૨) જીજ્ઞોશ કમલેશભાઇ પ્રજાપતિ (રહે. પટેલ ફળિયું, છાણી ગામ) (૩) અર્પિત મનોજભાઇ પટેલ (રહે. બજાર ફળિયું, લીલોડ ગામ, કરજણ) (૪) કુનાલ કંચનગીરી ગોસ્વામી (રહે. કૃષ્ણધામ એપોર્ટમેન્ટ, ઇસ્કોન મંદિર સામે, ગોત્રી) (૫) નીરવ નિમેશભાઇ પટેલ (રહે. ગામ લીલોડ, કરજણ) તથા (૬) સુનિલ વિજયભાઇ સિંધાણે (રહે.અનુપમ નગર, સોમા તળાવ) ને ઝડપી પાડી તેઓની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા નશેબાજો લગ્ન પ્રસંગે આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

