VADODARA : દીકરીના ઘરે રહેવા ગયેલી મહિલાના ઘરમાં ચોરી

0
40
meetarticle

દીકરીના ઘરે રહેવા ગયેલી મહિલાના બંધ મકાનમાંથી ચોર ટોળકી સોના ચાંદીના દાગીના ચોરી ગઇ હતી. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ  હાથ ધરી છે.

મકરપુરા જી.આઇ.ડી.સી. કોલોનીમાં રહેતા ૮૦ વર્ષના ગીતાબેન માનેન્દ્રભાઇ ગાંધી ગત ૧૫ મી નવેમ્બરે મકાન બંધ કરીને તેમની દીકરી સોનલબેન ઉદયભાઇ શાહના ઘરે વડસર બીલા બોન્ગ સ્કૂલ પાસે વુડ્સ  વિલામાં રહેવા માટે ગયા હતા. ગત ૮ મી તારીખે સોસાયટીના રહીશે જાણ કરી  હતી કે, તમારા ઘરમાં ચોરી થઇ છે. જેથી, ગીતાબેન તથા તેમની દીકરી ઘરે જોવા માટે ગયા હતા. મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો  તોડીને ચોર ટોળકી ઘરમાંથી  સોનાના બંગડીઓ, ચેન તથા ચાંદીના વાસણો મળીને કુલ ૧.૦૫ લાખની મતા ચોરી ગઇ હતી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here