વડોદરા નજીક આવેલા દેણા ગામના ખેતરમાંથી ગઈ મોડી રાત્રે મહાકાય મગર પકડાયો હતો.

વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર દેણા ગામના સરપંચ અજરૂદ્દીન કુરેશીનો ફૉન આવ્યો કે, સુંઢીયાના ખેતરમાં આશરે 8 ફૂટનો મહાકાય મગર આવી ગયો છે. કોલ મળતાંની સાથે તેઓએ તેમની સંસ્થાના કાર્યકરોને દેણા ગામ ખાતે મોકલ્યા હતા.
ખેતરમાં લટાર મારતા આઠ ફૂટના મહાકાય મગરને પકડવા પાછળ કાર્યકર્તાઓએ એક કલાકની જહેમત કરી તે બાદ મગરને સહી સલામત રેસ્કયુ કરી વનવિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો.

