દેવ દિવાળીના પાવન પર્વે દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ નો પ્રસિદ્ધ મલ્હારરાવ ધાટ 5100 દીવડા થી ઝળહળી ઉઠ્યો: ધારાસભ્ય શૈલેશ મહેતા અને પરિવારે નર્મદાજીનું પૂજન અર્ચન દિવ્ય આરતી સહિત દીપ દાન નો લાભ લીધો

અંધારાના આવરણને પાર કરી રોશની તરફ લઈ જતા દેવ દિવાળીના પાવન પર્વની તીર્થક્ષેત્ર ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે માં નર્મદાજીની સાક્ષીમાં અત્યંત શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી દેવ દિવાળીની સાંજે પ્રસિદ્ધ મલ્હારાવ ઘાટ 5100 દીવડા થી ઝળહળી ઉઠ્યો હતો આ અવસરે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા પત્ની મીનાબેન મહેતા અને પુત્ર ધ્રુમિલ મહેતા સાથે આ પાવન પર્વમાં જોડાયા હતા દેવો દિવાળી એ ધારાસભ્ય અને પરિવારે નર્મદાજીનુ પૂજન અર્ચન અને નર્મદાજી માં દીપ દાન કરી મહા આરતી નો લાભ લીધો હતો ઘાટ પર પ્રગટેલા હજારો દીવડા, માં રેવા ના નિર્મળ નીર અને આકાશી આતિશબાજી ના ત્રિવેણી સંગમથી મલ્હારરાવ ધાટ ખાતે ભક્તિ શ્રદ્ધા નું સુંદર વાતાવરણ સર્જાયું હતું

આ ભક્તિસભર કાર્યક્રમમાં ચાંદોદ ના નગરજનો અને યાત્રિકો પણ ઉત્સાહ પ્રગટ કરી દેવ દિવાળીની ઉજવણી કરી હતી
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

