VADODARA : નવલી નવરાત્રીના ઢોલ ઢબૂકવાની તૈયારીઓ,ગ્રામ્ય વિસ્તારમાંથી આયોજકો વાજીંત્રોને રીપેર કરાવવા ડભોઇ ખાતે ઉમટયા

0
104
meetarticle

ડભોઇમાં નવલી નવરાત્રીના ઢોલ ઢબૂકવાની તૈયારીઓ ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આયોજકો વાજીંત્રોને રીપેર કરાવવા ડભોઇ ખાતે ઉમટયાઆદ્યશક્તિની આરાધના સમા નવલી નવરાત્રીના મંગલ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવરાત્રિના પર્વમાં ભક્તિ અને શક્તિની આરાધના માં માઈ ભક્તો લીન બની જશે. ત્યારે માતાજીના ગરબામાં સુરો ના તાલે ખેલૈયાઓ હિલોળે ચડશે આ શૂરો ના તાલ લાયબદ્ધ નીકળે તે માટે ઢોલ-નગારા સહિત વાજિંત્રો ને પણ તૈયાર રાખવા પડે છે.

એ માટે તેને રીપેરીંગ કરાવવા માટે ડભોઇમાં કસબીઓ ને ત્યાં મંડળના યુવકો પહોંચી જાય છે અને સત્વરે તે રીપેરીંગ કરાવી ને નવરાત્રીના મહોત્સવ નિમિત્તે તેને ભજન મંડળીને સોંપવામાં આવે છે. સાથો સાથ માતાજીની પણ સ્થાપના કરવાની હોવાથી મા અંબા જગદંબા ની મૂર્તિ ઓ પણ મંડળના આયોજકો ખરીદી લાવીને તેને તેની જગ્યાએ સ્થાપના કરતાં હોય છે. એ માટે પણ તેઓએ માં અંબા જગદંબા ની મૂર્તિ ઓ પણ બુક કરાવી દીધેલ છે.ડભોઇમાં શેરી ગરબાઓ પહેલાના જમાનામાં યોજાતા હતા. જે છેલ્લા પચીસ વર્ષથી બંધ થયેલ છે. પ્રાચીન અને શેરી ગરબાઓની રમઝટ જે પહેલા બોલાતી હતી. તે હવે લુપ્ત થતી જતી અસલી ગરબા સંસ્કૃતિ હવે વિલીન થઈ રહી છે. હાલ મોંઘવારીના કારણે પહેલાની જેમ શેરી ગરબાઓ શરૂ થાય તેમ નગરજનો ઈચ્છે છે. જેથી ખર્ચાઓ પણ ઓછા થાય તેમજ રાત્રીના વહેલા ગરબાઓ પૂરા થાય તેમ છે. આવું આયોજન આ વર્ષથી શરૂ કરવામાં આવે એમ ગરબા પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે. જેના કારણે નગરમાં જે ધંધા પર અસર પડે છે તે પડશે નહીં કારણકે ગરબા વેલા પુરા થવાથી દરેક જણ પોતપોતાના ઘરે વહેલા પહોંચી જાય છે. અને વેલા સવારે ઉઠી શકે છે. જેથી નગરમાં આવેલ દુકાનો પણ રેગ્યુલર વહેલી ખુલતી થઈ જાય તેમ છે.

વેપારી વર્ગ અને માતા પિતાઓ પણ આ અંગે તૈયારી દર્શાવી રહેલ છે. વર્ષો પહેલા થતા શેરી ગરબાઓ બંધ થઈ જતા અસલી ગરબા સંસ્કૃતિનું તે જ લુપ્ત થઈ ગયું હોય એમ લાગે છે. ત્યારે મા શક્તિની આરાધનાના પર્વ ના અસલી ગરબાને જતન કરવા તેને પુનઃ જીવીત કરવા સ્વૈચ્છિક આયોજકો આગળ આવે તેમ પણ ગરબા પ્રેમી જનતાની માંગ ઉઠવા પામી છે. ડભોઇમાં પહેલા થતા શેરી ગરબા જેના આયોજકોએ બનાવેલ મંડળ કે જેમની પાસે પહેલે નું બેલેન્સ પણ છે. જો તેમાં થોડાક જ રૂપિયા ઉમેરવામાં આવે તો આ ગરબાનું આયોજન સુંદર રીતે થઈ શકે તેમ છે. તો આવા યુવક મંડળ આગળ આવે એ આજના સમયની માંગ છે.ઢોલ ઢબૂકવાની તૈયારીઓ ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આયોજકો વાજીંત્રોને રીપેર કરાવવા ડભોઇ ખાતે ઉમટયાઆદ્યશક્તિની આરાધના સમા નવલી નવરાત્રીના મંગલ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવરાત્રિના પર્વમાં ભક્તિ અને શક્તિની આરાધના માં માઈ ભક્તો લીન બની જશે. ત્યારે માતાજીના ગરબામાં સુરો ના તાલે ખેલૈયાઓ હિલોળે ચડશે આ શૂરો ના તાલ લાયબદ્ધ નીકળે તે માટે ઢોલ-નગારા સહિત વાજિંત્રો ને પણ તૈયાર રાખવા પડે છે. એ માટે તેને રીપેરીંગ કરાવવા માટે ડભોઇમાં કસબીઓ ને ત્યાં મંડળના યુવકો પહોંચી જાય છે અને સત્વરે તે રીપેરીંગ કરાવી ને નવરાત્રીના મહોત્સવ નિમિત્તે તેને ભજન મંડળીને સોંપવામાં આવે છે. સાથો સાથ માતાજીની પણ સ્થાપના કરવાની હોવાથી મા અંબા જગદંબા ની મૂર્તિ ઓ પણ મંડળના આયોજકો ખરીદી લાવીને તેને તેની જગ્યાએ સ્થાપના કરતાં હોય છે. એ માટે પણ તેઓએ માં અંબા જગદંબા ની મૂર્તિ ઓ પણ બુક કરાવી દીધેલ છે.ડભોઇમાં શેરી ગરબાઓ પહેલાના જમાનામાં યોજાતા હતા. જે છેલ્લા પચીસ વર્ષથી બંધ થયેલ છે. પ્રાચીન અને શેરી ગરબાઓની રમઝટ જે પહેલા બોલાતી હતી. તે હવે લુપ્ત થતી જતી અસલી ગરબા સંસ્કૃતિ હવે વિલીન થઈ રહી છે. હાલ મોંઘવારીના કારણે પહેલાની જેમ શેરી ગરબાઓ શરૂ થાય તેમ નગરજનો ઈચ્છે છે. જેથી ખર્ચાઓ પણ ઓછા થાય તેમજ રાત્રીના વહેલા ગરબાઓ પૂરા થાય તેમ છે. આવું આયોજન આ વર્ષથી શરૂ કરવામાં આવે એમ ગરબા પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે. જેના કારણે નગરમાં જે ધંધા પર અસર પડે છે તે પડશે નહીં કારણકે ગરબા વેલા પુરા થવાથી દરેક જણ પોતપોતાના ઘરે વહેલા પહોંચી જાય છે. અને વેલા સવારે ઉઠી શકે છે. જેથી નગરમાં આવેલ દુકાનો પણ રેગ્યુલર વહેલી ખુલતી થઈ જાય તેમ છે. વેપારી વર્ગ અને માતા પિતાઓ પણ આ અંગે તૈયારી દર્શાવી રહેલ છે. વર્ષો પહેલા થતા શેરી ગરબાઓ બંધ થઈ જતા અસલી ગરબા સંસ્કૃતિનું તે જ લુપ્ત થઈ ગયું હોય એમ લાગે છે. ત્યારે મા શક્તિની આરાધનાના પર્વ ના અસલી ગરબાને જતન કરવા તેને પુનઃ જીવીત કરવા સ્વૈચ્છિક આયોજકો આગળ આવે તેમ પણ ગરબા પ્રેમી જનતાની માંગ ઉઠવા પામી છે. ડભોઇમાં પહેલા થતા શેરી ગરબા જેના આયોજકોએ બનાવેલ મંડળ કે જેમની પાસે પહેલે નું બેલેન્સ પણ છે. જો તેમાં થોડાક જ રૂપિયા ઉમેરવામાં આવે તો આ ગરબાનું આયોજન સુંદર રીતે થઈ શકે તેમ છે. તો આવા યુવક મંડળ આગળ આવે એ આજના સમયની માંગ છે.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here