નવા બજારમાં આવેલી ફર્નિચર,પડદા સહિતની હોમ ડેકોરની દુકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી. દુકાનમાંથી ધુમાડા નીકળતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે આગ બીજા માળે પણ પહોંચી ગઈ હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે આસપાસની દુકાનો બચાવી આગ કાબુમાં લીધી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

