VADODARA : નશામાં ચૂર સિક્યુરિટી ગાર્ડે જાહેરમાં ફાયરિંગ કર્યું, બંદૂક-કારતૂસ સાથે પોલીસે અટકાયત કરી

0
15
meetarticle

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. કાકા સાહેબ ટેકરા નજીક આવેલા નવદુર્ગા મંદિર નજીક એક શખસે હવામાં ગોળીબાર કરતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ફાયરિંગ કરનાર શખસ સિક્યુરિટી ગાર્ડ હોવાનું અને નશામાં હોવાનું બહાર આવ્યું છે.

નશાની હાલતમાં એક રાઉન્ડ ફાયરિંગ

મળતી માહિતી મુજબ, ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી રાજ નરેન્દ્રસિંહ દોલતસિંહ નશાની હાલતમાં હતો અને તેણે પોતાની પાસે રહેલી બંદૂકથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની અટકાયત કરી તેની પાસેથી હથિયાર અને કારતૂસ કબજે કર્યા છે.

GST ભવનમાં ફરજ બજાવતો હતો આરોપી

આરોપી રાજ નરેન્દ્રસિંહ વડોદરા સ્થિત જીએસટી ભવન ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ફરજ પર હોવા છતાં અથવા હથિયાર સાથે હોવા છતાં નશાનું સેવન કરી જાહેરમાં ફાયરિંગ કરવાના આ કૃત્યથી સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે.

હાલ પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ અને જાહેરનામા ભંગ સહિતના ગુનાઓ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. સમગ્ર મામલે રાવપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here