VADODARA : નેપાળી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી લગ્ન નહિ કરનાર ફૈઝલની બળાત્કારના ગુનામાં ધરપકડ

0
43
meetarticle

વડોદરામાં રહેતી એક નેપાળી યુવતી સાથે ફ્રેન્ડશિપ કરી શારીરિક સંબંધ બાંધનાર યુવકે લગ્નનો ઇનકાર કરતાં તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે.

પીડિતાએ પોલીસને કહ્યું છે કે,આઠ વર્ષ પહેલાં હું અને ફૈઝલ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા.અમારી વચ્ચે ફ્રેન્ડશિપ થયા બાદ પ્રેમસબંધ થયો હતો અને અવારનવાર મળતા હતા.ફૈઝલે મને લગ્નની લાલચ આપી હતી.

ત્યારબાદ મને સયાજીગંજની હોટલમાં તેમજ બીજી જગ્યાએ લઇ જઇ ફૈઝલે મારી મરજી વિરૃધ્ધ શારીરિક સબંધ  બાંધ્યા હતા.પરંતુ તે મારી સાથે લગ્ન કરતો નહતો. ફૈઝલે બીજે લગ્ન કરી લીધા હોવાની વાત જાણવા મળતાં મેં તેને પૂછ્યું તો મને ધમકીઓ આપતો હતો.

સયાજીગંજના પીઆઇ સ્વપ્નિલ પંડયાએ કહ્યું હતું કે,પીડિતાની ફરિયાદને આધારે બળાત્કારનો ગુનો નોંધી ખાનગી કંપનીમાં નોકરી કરતા ફૈઝલ ઉર્ફે ફેસલ કમરૃહસન ખાન (ફાતિમા રેસિડેન્સી,ગોરવા)ની ધરપકડ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here