VADODARA : પરિવાર સાથે ફરવા ગયેલા ફાઇનાન્સરના ઘરમાંથી ચોરી

0
47
meetarticle

વડોદરા,પરિવાર સાથે ફરવા ગયેલા ફાઇનાન્સરના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી સોનાના દાગીના અને  રોકડા મળી ૧.૫૮ લાખની મતા લઇને ફરાર થઇ ગઇ હતી.

અકોટા સ્ટેડિયમ પાસે ધનંજય સોસાયટીમાં રહેતા ફાઇનાન્સર રૃપેશકુમાર કાંતિભાઇ ચૌહાણ ગત ૨૩ મી ઓક્ટોબરે ઘરને લોક મારીને પરિવાર સાથે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ ફરવા ગયા હતા. ગઇકાલે સવારે તેઓ વડોદરા પરત આવ્યા ત્યારે જોયું તો તેમના ઘરનું લોક તૂટેલું હતું. ઘરમાં અંદર જઇને તપાસ કરતા બેડરૃમની તિજોરીનો સામાન વેરવિખેર  હાલતમાં હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ચોર ટોળકી ઘરમાંથી રોકડા ૮૦ હજાર તથા સોનાનાી ચાર બંગડીઓ, મંગળસૂત્ર, બે વીંટીઓ મળીને કુલ રૃપિયા ૧.૫૮ લાખની મતા લઇ ગઇ હતી. જે અંગે અકોટા પોલીસે ગુનો દાખલ કરી તપાસ  હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here