VADODARA : પોલીસનો સ્વાંગ રચી છેતરપિંડી કરતા દંપતી સામે ગુનો દાખલ

0
29
meetarticle

વડોદરાના વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટીમાં રહેતો નીલકુમાર રાજેન્દ્રભાઈ દરજી રેપિડો મોટરસાયકલમાં રાઇડીંગનું કામ કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 25મી તારીખે મારા એપ્લિકેશન પર એક રાઈડ આવી હતી. જેમાં એક પેસેન્જરને શ્રી હરિ ટાઉનશીપ આજવા રોડથી પીકઅપ કરીને ગધેડા માર્કેટ ચાર રસ્તા ઉતારવાના હતા. જેનો ચાર્જ રૂપિયા 40 હતો અને તે બાબતને એક મહિલાને પીકઅપ કરી ગધેડા માર્કેટ ચાર રસ્તા પર ઉતારી હતી. તે દરમિયાન મને એક કોલ આવ્યો હતો અને કોલ કરનાર વ્યક્તિઓ મને કહ્યું કે હું વાડી પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઇ નલવાયા સર બોલું છું. મારી પત્નીને ગધેડા માર્કેટ ઉતારીને જે ચાર્જ થશે તે હું તને ઓનલાઈન ચૂકી આપીશ. પરંતુ બે દિવસ પછી પણ મારા રૂપિયા આવ્યા ન હતા તપાસ કરતાં ખબર પડી હતી કે પી.એસ.આઇ બનીને વાત કરનાર વ્યક્તિ પોલીસમાં નથી. તેનું નામ બકુલ જશુભાઈ તથા તેની પત્ની રશ્મિબેન બંને રહે શ્રી હરિ ટાઉનશિપ આજવા રોડના છે.

પોલીસનો સ્વાંગ રચી છેતરપિંડી કરનાર બકુલે આજવા રોડ સરદાર એસ્ટેટ બહાર કોલોની પાસે એ વન ચાઈનીઝ નામની દુકાનમાંથી જમવાનો ઓર્ડર આપ્યો હતો અને તેના પણ 140 રૂપિયા ચૂકવ્યા ન હતા. દુકાનદારે ફોન કરતા એક મહિલાએ ફોન રિસીવ કરીને કહ્યું હતું કે મારા પતિ પીએસઆઇ છે તેમની પાસે 140 રૂપિયા માંગતા તને શરમ નથી આવતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here