VADODARA : મકરપુરા જીઆઇડીસીમાં મજૂરી માટે ગયેલા શ્રમજીવી પર ક્રેનના પેંડા ફરી વળતા સ્થળ પર જ મોત

0
12
meetarticle

ડભોઇ રોડ સોમા તળાવ પાસે ગુરુકુળ નજીક રહેતો 32 વર્ષનો વિનુ જગજીભાઈ ભાભોર આજે સવારે મકરપુરા જીઆઇડીસીમાં મજૂરી માટે નીકળ્યો હતો. મકરપુરા જીઆઇડીસી રોડ હર્ષ પેકેજિંગ કંપની પાસેથી તે ચાલતો જતો હતો તે દરમિયાન પાછળથી આવતી ક્રેનના ચાલકે તેને ટક્કર મારી હતી. ક્રેનના આગળના પેંડા તેના પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને ક્રેન ચાલકની ઝડપી પાડ્યો હતો. 

બનાવની જાણ થતા માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ડેડ બોડીને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી છે. પોલીસે ટ્રેન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here