ધોરણ બાર કોમર્સના અભ્યાસ પછી વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રે પોતાની કારકિર્દીનું નિર્માણ કરી શકતા હોય છે પરંતુ મુખ્ય મુદ્દો સચોટ અને અસરકારક માર્ગદર્શનનો અભાવ હોય છે. આ બાબતનું નિવારણ કરવા બરોડા મુસ્લિમ ડોક્ટર એશોસિએશનના ડો.મહંમદહુસેનની ટીમ દ્વારા બરોડાના નામાંકિત જે.કે.શાહ કલાસીસ સાથે કોલોબ્રેશન કરી સી.એ. ફાઉન્ડેશનના કોર્ષ કરાવવામાં આવતા હોય છે ત્યારે તેઓની ટીમ દ્વારા ડભોઇની અગ્રગણ્ય લઘુમતી સંસ્થા મહેદવીયા સ્કૂલ ખાતે સી. એ. ફાઉન્ડેશન કોર્ષથી રસ ધરાવતા વિદ્યાર્થીઓ વાકેફ થાય અને તેઓ એ દિશામાં પોતાની કારકિર્દી બનાવી શકે એવા ઉમદા હેતુને ધ્યાને લઈને એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે સંસ્થા- શાળા આચાર્ય સફીભાઈ ગોરી સંચાલક મંડળ મહેદવીયા તાલીમી સોસાયટીના પ્રમુખ ઈબ્રાહીમભાઈ મહુડાવાલા અને મંત્રી શબ્બીરભાઈ દુર્વેશ, સહમંત્રી હુસેનભાઇ પચ્ચીગર, ખજાનચી નુરમહંમદ મહુડાવાલા ઉપસ્થિતિ રહી વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દીના નિર્માણ માટે પ્રોત્સાહન આપ્યું.કાર્યક્રમના અંતે ઉચ્ચતર માધ્યમિક વિભાગના સિનિયર શિક્ષક સાજીતભાઈ લાફાવાલાએ આભાર વિધિ કરી.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

