ચાણોદ દરિયાપુરા નો આ માર્ગ પર સેકડો શ્રદ્ધાળુ કુબેર ભંડારી તેમજ પોઇચા નીલકંઠ મહાદેવ ના દર્શન એમ આવતા હોય ત્યારે આ માર્ગ નો રીપેરીંગ તેમાં જે રસ્તાને આસપાસ થી રસ્તા પર ધસી આવેલા કાંટાળા ઝાડી ઝાંખરા સફાય માં ઉદાસીનતા ચાણોદ થી દરિયાપુરા માર્ગ પર રસ્તાની આસપાસ થી કાંટાળા ઝાડી ઝાંખરા રસ્તા પર ધસી આવ્યા વાહન ચાલકો અને અકસ્માત નોતરે એવી સ્થિતિમાં સત્વરે સફાઈ નિ માંગ ડભોઇ તાલુકા ના ચાણોદ થી દરિયાપુરા ને જોડતો રસ્તો બીસ્મારમાં હાલતમાં નંદેરીયા દરીયાપુરા વચ્ચે રોડ પર મોટા મોટા ખાડા વરસાદી પાણી કાયદો કિચડ નો ભરાવો થતાં વાહન ચાલકો તેમાં પણ ટુ વિહિકલ ચાલકો ની હાલત ખરાબ તેમાં મહિલા સહિત પરિવાર સાથે સામાજિક પ્રસંગે જતાં હોય ત્યારે કપડાં બગડી જાય વળી આ માર્ગ પર ચાણોદ ભીમપુરા નંદેરીયા દરિયાપુરા માર્ગ પર એક પણ ગુજરાત એસટી નિગમ નિ બસ ન દોડતી હોય જેથી બસની સુવિધા વિના આ ગામના ગ્રામજનો એ વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે નોકરી ધંધા માટે તબીબી સારવાર માટે ચાણોદ તરફ ડભોઇ તરફ જવા પોતાના ખાનગી વાહનો રીક્ષા બાઈક જેવા વાહનો પર બેસી પસાર થવા મજબૂર થવું પડે છે

વરસાદની સિઝનમાં ચાણોદ ખાતે અભ્યાસ માટે આવતાં વિદ્યાર્થીઓ ને પલળવું પડે છે અથવા રીક્ષા બાઈક ટેમ્પા જેવા વાહનો નો સહારો લેવો પડે છે ભીમપુરા ખાતે આનંદમયી આશ્રમ ગંગનાથ મહાદેવ આશ્રમ પૌરાણિક મહત્વ તેમજ સ્વાતંત્ર ચળવળ સાથે જોડાયેલા સ્થાનો છે

નંદેરીયા નંદીકેશ્વર ઉપજ્યોતિર્લિંગ મહાદેવનુ મંદિર આવેલું છે ત્યારે આ માર્ગ પર દર્શનાર્થે ઓનો પણ ઘસારો રહેતો હોય ત્યારે આ માર્ગને મરામત કામ રસ્તાની પહોળાઈ તેમજ રસ્તાની આસપાસ ના ઝાડી ઝાંખરા ની સફાઈ સત્વરે કરવા લોક માંગ ઉઠી છે

ત્યારે સિનોર તાલુકા ડભોઇ તાલુકા ના છેવાડા સરહદી ગામો ને જોડતા રસ્તા
તેમજ એસટી બસ ની કનેક્ટિવિટી ની સુવિધા લોકો ઝાંખી રહ્યા છે
REPOTER : મુકેશ ખત્રી ચાદોદ

