VADODARA : રામનાથ સ્મશાનમાં રીનોવેશન દરમિયાન કેટલાક સમાજની ચિતાઓ તોડી નંખાતા રોષ

0
11
meetarticle

વડોદરા શહેરના રામનાથ સ્મશાનના રિનોવેશનની ચાલતી કામગીરીમાં કેટલાક સમાજની અંતિમ ક્રિયા અંગેની તોડી નાખવામાં આવેલી ચિતાઓ સામે વિવિધ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ અંગે કોઈ પગલાં નહીં લેવાય તો મ્યુ. કમિ.નો ઘેરાવો કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી. રામનાથ સ્મશાનમાં રીનોવેશનની કામગીરી કેટલાય વખતેથી ચાલી રહી છે.

આ સ્મશાનમાં ચુનારા, ઉદા પટેલ, માળી સમાજ દ્વારા અંતિમ ક્રિયા વખતે યોગ્ય ધાર્મિક વિધિ કરવામાં આવે છે. પરંતુ હાલમાં ચાલતી રીનોવેશનની કામગીરી દરમિયાન આ તમામ સમાજની ચિતાઓ તોડી નાખવામાં આવી હોવાની વિગતો બહાર આવ્યું છે જેથી આ તમામ સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. રીનોવેશનના કારણે તોડી નંખાયેલી ચિતાઓ તાત્કાલિક ધોરણે પૂન: બનાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પાલિકા મ્યુનિસિપલ કમિશનરનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here