VADODARA : રિમાન્ડ દરમિયાન જ પત્નીના હત્યારાએ ગમછાનો ફાંસો બનાવી મોતને વ્હાલું કર્યું

0
17
meetarticle

વડોદરા જિલ્લાના ભાદરવા પોલીસ સ્ટેશનમાં ૨૫ વર્ષથી ફરાર હત્યાના આરોપીએ લોકઅપમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા વહીવટી તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. વર્ષ ૨૦૦૦માં પોતાની પત્નીને કેમિકલ છાંટી સળગાવી દેવાના જઘન્ય અપરાધ બાદ ફરાર થયેલા ૬૦ વર્ષીય નિરાલા પ્રસાદને તાજેતરમાં જ પોલીસે ઉત્તર પ્રદેશથી વેશપલટો કરી ઝડપી પાડ્યો હતો. કોર્ટે આરોપીના ૨૮ જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા, પરંતુ તે પૂર્વે જ આરોપીએ પોલીસની નજર ચૂકવી આત્મઘાતી પગલું ભરી લીધું હતું.


​ચોંકાવનારી વિગત મુજબ, મેડિકલ ચેકઅપ દરમિયાન આરોપી છૂપી રીતે ગમછો પોતાની પાસે રાખવામાં સફળ રહ્યો હતો. મોડી રાત્રે ૩:૨૭ કલાકે શૌચાલયમાં ગયા બાદ લાંબા સમય સુધી બહાર ન આવતા, પીએસઓએ તપાસ કરતા આરોપી વેન્ટિલેશનના સળિયા સાથે ગમછો બાંધી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. વડોદરામાં લોકઅપમાં આપઘાતની આ બીજી ઘટનાએ પોલીસ સુરક્ષા અને સતર્કતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલ પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here