વાસદ ટોલ નાકા પાસે આજે બપોરે સુરતથી આવતી એક કારમાં આગ લાગતાં પરિવારનો બચાવ થયો હતો.

સુરત થી નીકળેલો પરિવાર અમદાવાદ તરફ જતો હતો ત્યારે વાસદ ટોલ નાકા પાસે કારમાંથી ધુમાડા નીકળતાં અંદર બેઠેલા લોકો ઉતરી ગયા હતા.ત્યારબાદ થોડી જ વારમાં આખી કાર આગની ચપેટમાં આવી ગઇ હતી.
છાણી ટીપી-૧૩ ફાયર સ્ટેશનની ટીમ પહોંચે ત્યાં સુધી મોટાભાગની કાર ખાક થઇ ચૂકી હતી.ફાયર બ્રિગેડની ટીમ રોંગસાઇડેથી સ્થળ પર પહોંચી હતી અને આગ કાબૂમાં લીધી હતી.આગનું કારણ શોર્ટસર્કિટ હોવાનું મનાય છે.

