VADODARA : વિશ્વામિત્રી નદીમાંથી યુવતીની લાશ મળી ઃ શરીર પર ઇજાના નિશાન

0
46
meetarticle

ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી આજે એક યુવતીની લાશ મળી આવતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. લાશને બહાર કાઢી સયાજીગંજ પોલીસે તેની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

ફાયરબ્રિગેડને આજે સાંજે કોલ મળ્યો હતો કે, ભીમનાથ બ્રિજ  પાસે વિશ્વામિત્રી નદીમાં એક યુવતીની લાશ તરી રહી છે. જેથી, ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર જઇને લાશ બહાર કાઢી હતી. સયાજીગંજ  પોલીસે મૃતદેહને પી.એમ. તથા ડી.એન.એ. ટેસ્ટ માટે સયાજી  હોસ્પિટલમાં મોકલી આપી છે. પી.આઇ.એ  જણાવ્યું છે કે,  હજીસુધી યુવતીની ઓળખ થઇ શકી નથી. શરીર પર ઇજાના નિશાન છે. પરંતુ, તે ઇજા કયા પ્રકારની છે. તે અંગે પી.એમ.  રિપોર્ટ આવ્યા  પછી જાણ થશે. યુવતીની ઓળખ થઇ શકી નથી. પોલીસે બ્રિજ નજીક તથા વિશ્વામિત્રીના પટ નજીક ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી હાથ ધરી છે.  યુવતી કઇ રીતે નદી સુધી પહોંચી તે અંગે પોલીસે તપાસ શરૃ કરી છે. હાલમાં તો યુવતીના મોતનું કારણ જાણી શકાયું નથી.

ઉલ્લેખનીય છે કે, યુવતીએ આપઘાત કર્યો કે પછી તેની હત્યા કરીને લાશ નદીમાં ફેંકી દેવામાં આવી છે. તે દિશામાં પણ પોલીસે તપાસ શરૃ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here