હરણી-સમા લિન્ક રોડ ખાતે વિશ્વામિત્રી નદીમાંથી માથા વગરની લાશ મળી આવવાના ચકચારી બનાવનો ભેદ હજી પણ અકબંધ રહ્યો છે.

ચાર મહિના પહેલાં ચેતક બ્રિજ નીચે એક પુરૃષની માથા વગરની લાશ મળી આવી હતી.ડિકમ્પોઝ થયેલા મૃતદેહ પર ઇજાના નિશાન મળી આવ્યા હતા.જેથી તેને મોતને ઘાટ ઉતારીને નદીમાં ફેંકી દીધો હોવાનું જણાઇ આવ્યું હતું.
સમા પોલીસે આ બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ કરી હતી.પોલીસે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના મિસિંગ સેલમાંથી ગુમ થયેલાઓનો ડેટા મેળવી તપાસ કરી હતી.પરંતુ હજી મૃતકની ઓળખ થઇ શકી નથી.
મૃતકની ઓળખ થયા પછી જ હત્યા કેવી રીતે,ક્યારે અને કોણે કરી તેની વિગતો જાણી શકાશે.પરંતુ હાલ પુરતું સમગ્ર ઘટનાનો ભેદ વણઉકલ્યો રહ્યો છે.
હિટ એન્ડ રનના બનાવમાં પણ હજી મરનાર ઓળખાયો નથી
વડોદરા હાઇવે પર દુમાડ પાસે ગઇ તા.૧૮મી એ સાંજે રોડ ક્રોસ કરતા અંદાજે ૬૦ વર્ષના પુરુષને એક અજાણ્યા વાહને અડફેટમાં લેતાં મોત નીપજ્યું હતું.સમા પોલીસે આ બનાવમાં ટીમો બનાવી સીસીટીવી ફૂટેજને આધારે કાર ચાલક મિતલ પટેલને અમદાવાદથી ઝડપી પાડયો હતો.પરંતુ હજી સુધી મરનારની ઓળખ થઇ શકી નથી.પીઆઇ બીબી કોડિયાતરે કહ્યું હતું કે,મરનારના હાથે સરોજ લખેલું છે.જેથી તે અન્ય રાજ્યનો વતની હોવાનું મનાય છે.

