આગામી દિવસોમાં પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા સ્કૂલ વાન ચાલકો સામે ખાસ ઝૂંબેશ શરૃ કરવામાં આવશે. તે અગાઉ પોલીસ દ્વારા વાન ચાલકો સાથે મિટિંગ કરવામાં આવી હતી.

સ્કૂલ વાન સંદર્ભેે ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ.ની ટીમ દ્વારા સંયુક્તપણે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. આ અંગે આજે સ્કૂલ વાન ચાલકો સાથે પોલીસ અધિકારીઓ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦ થી વધુ સ્કૂલ વાન ચાલકો, શાળા સંચાલકો અને વાલીઓ હાજર રહ્યા હતા. જેમાં બાળકોની સુરક્ષા અંગે જરૃરી સૂચના આપવામાં આવી હતી. પેસેન્જર પાસિંગવાળા વાહનોમાં જ બાળકોને બેસાડવા માટે જણાવવામાં આવ્યું હતું. તેમજ બાળકોને નિયત કરેલી મર્યાદામાં જ બેસાડવાના રહેશે.

