VADODARA : “સ્વચ્છતા હી સેવા-2025 સ્વચ્છોત્સવ” અંતર્ગત ડભોઇ નગરપાલિકા દ્વારા યોગ શિબિર અને સફાઈની ઝૂબેશ.

0
46
meetarticle

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ થી શરુ કરી દેશને આઝાદી માટે સિંહફાળો આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી 02 જી ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમ ” સ્વચ્છતા હી સેવા-2025 સ્વચ્છોત્સવ” અંતર્ગત રોજરોજ અલગ અલગ થીમ પર વિવિધ કાર્યક્રમ યોજવા માટેની સૂચના સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ મળેલ હોઈ, ડભોઇ નગરપાલિકા દ્વારા નિમિતે સેવા પખવાડિયા અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા યોગ શિબિરનું આયોજન પ્રમુખશ્રી બીરેન શાહ ના અધ્યક્ષસ્થાને લેઉવા પટેલ વાડી, ડભોઇ ખાતે કરવમાં આવ્યું હતું.

ત્યાર બાદ નગરજનો ને સ્વચ્છતાનો સંદેશ આપવા નગરના જાહેર જગ્યાએ કચરાની સાફસફાઈ કરવામાં આવી હતી.

આજના આ કાર્યક્રમમા ચીફ ઓફિસર જયકીશન તડવી, સભ્યશ્રીઓ, સેનેટરી ઈંસ્પેક્ટર મહેશભાઈ વસાવા,નગરપાલિકા પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર સહિત પાલિકાના કર્મચારીઓ એ શિનોર ચોકડી વિસ્તાર ના જાહેર માર્ગ ની સાફસફાઈ કરી સ્વચ્છતા નો સંદેશો આપ્યો હતો.ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા હી સેવા પખવાડિયા નું આયોજન કરવામાં આવ્યું છે.આ 15 દિવસના અભિયાન દરમિયાન દેશભરમાં સામાજિક, સાંસ્કૃતિક અને જનકલ્યાણને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે.

જે અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.આજરોજ યોજાયેલ યોગ તથા સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં નગરજનો સાથે નગરપાલિકા કર્મચારીઓ ઉત્સાહ ભેર જોડાયા હતા. અને નગરને સ્વચ્છ અને સુંદર તથા સ્વસ્થ ડભોઇના નિર્માણ માટે હાકલ કરી હતી.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here