વડોદરા,શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાવના ૬૯૧ અને ડેન્ગ્યૂના બે દર્દીઓ સર્વે દરમિયાન મળી આવ્યા છે.

કોર્પોરેશનની ટીમ દ્વારા આજે ઘરે જઇને સર્વે કરતા ૬૯૧ નાગરિકોને તાવ આવતો હોવાનું જણાઇ આવ્યું હતું. આ તમામ દર્દીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. શંકાસ્પદ ડેન્ગ્યૂના ૧૩૦ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી બે દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ટાઇફોઇડનો એક અને ઝાડાના બાવન કેસ મળી આવ્યા છે. ડેન્ગ્યૂના બે કેસ ગોકુલનગર અને ગોરવામાં મળી આવ્યા છે. જ્યારે ટાઇફોઇડનો કેસ મુજમહુડા વિસ્તારમાં નોંધાયો છે.
