વાગરા: ખનીજ માફિયાઓ પર તવાઈ, ભૂસ્તર વિભાગનો સપાટો, ગેરકાયદેસર રેતી ભરેલ ડમ્પર જપ્ત, 2.31 લાખનો દંડ ફટકારાયો

0
58
meetarticle

ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ આચરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા અને પર્યાવરણનો વિનાશ કરતા ખનીજ માફિયાઓ સામે ભરૂચ ભૂસ્તર વિભાગે લાલ આંખ કરી છે. વિભાગની કડક કાર્યવાહીના કારણે ખનીજ માફિયાઓના પગ તળેથી જમીન સરકી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભૂસ્તર વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે વાગરાના ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી. જ્યાંથી 25.53 ટન રેતી ભરેલ એક હાઈવા ડમ્પરને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું કે, આ ડમ્પરમાં રહેલી રેતીની કોઈ પણ પ્રકારની રોયલ્ટી કે કાયદેસર મંજૂરી નહોતી. આમ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરીને ખનીજનું વહન થઈ રહ્યું હતું. ભૂસ્તર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને ડમ્પરને જપ્ત કરી વાગરા પોલીસ મથકે સોંપ્યો હતો. આ ગંભીર ગુના બદલ વિભાગ દ્વારા ડમ્પરના માલિકને 2.31 લાખનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાયદાની કડકાઈનો પુરાવો આપે છે.

ભૂસ્તર વિભાગની આ કાર્યવાહીએ ખનીજ માફિયાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે, કે હવે તેમનો કાળો ધંધો વધુ સમય સુધી ચાલશે નહીં. આ પ્રકારની કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે કાયદાનો ડંડો ઉગામવામાં આવશે. આ પગલાં માત્ર સરકારી આવકનું રક્ષણ જ નહીં પરંતુ પર્યાવરણ અને નદીઓના કુદરતી સંસાધનોની સુરક્ષા માટે પણ અત્યંત આવશ્યક છે. આ ઘટના બાદ અન્ય ખનીજ માફિયાઓ પણ ભયભીત થઈ ગયા છે. અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ કરતા પહેલા સો વાર વિચાર કરવા મજબૂર બનશે.
રિપોર્ટર સૈફ અલી ભટ્ટી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here