વાગરાના સારણ ગામે અનડીટેક્ટ ચોરીનો ગુનો ડીટેક્ટ કરવા તથા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલજે દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના ધરના પાછળની બારી કોઈ રીતે ખોલીને ઘરમા પ્રવેશ કરી ઘરના બેડરૂમમાં રહેલ કબાટમાં રાખવામા આવેલ બેગમાથી સોના-ચાંદિના દાગીના કિ.રૂ.૨૦,૮૫,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૧૦,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૩૦,૮૫,૦૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી લઈ જઈ હોય જે અનુસંધાને વાગરા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ફુલતરીયા તથા એલ.સી.બી.ની ટીમ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો આરોપીની તેમજ મુદ્દામાલની શોધખોળમા હતા
જ્યારે એલ.સી.બી.ની ટીમને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે આરોપી વિજયભાઈ દિપાભાઈ પલાસ રહે, આમલીખજુરીયા તા.ગરબાડા, જી.દાહોદ નાને પકડી પાડેલ જે આરોપીને વધુ તપાસ અર્થે વાગરા પોલીસ સ્ટેશનમાં સોપતા આરોપીની સઘન પુછ પરછ કરતા આરોપી ભાગી પડેલ અને સદર ગુનામાં અન્ય ત્રણ ઇસમો ચોરીમાં સંડોવાયેલ હોવાનુ જણાવેલ તેમજ ચોરી કરેલ સોનાના દાગીના દાહોદ જીલ્લાના ગરબાડા ખાતે રહેતા અનિલકુમાર અમરતલાલ સોનીને આપેલ હોવાનુ જણાવેલ હોય વાગરા પોલીસના પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી.ફુલતરીયા તથા પોલીસ માણસો સાથે ગરબાડા ખાતે જઈ હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે આરોપી અનિલભાઈ સોનીની પુછ પરછ કરતા આરોપી વિજય પલાસ પાસેથી લીધેલ સોનાના દાગીના ઓગાળી દીધેલ જે સોનાની ૧૯૦ ગ્રામ સોનાની લગડી બનાવેલ હોવાનું જણાવેલ જે ૧૯૦ ગ્રામ સોનાની લગડી આરોપી અનિલ સોની પાસેથી રીકવર કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ
પકડાયેલ આરોપી :-
(૧) વિજયભાઇ દિપાભાઈ પલાસ ઉ.વ.૨૬ રહે, આમલીખજુરીયા તા.ગરબાડા. જી.દાહોદ
(૨) નિકેશભાઈ જવસીંગ પલાસ ઉ.વ.૨૬ રહે, આમલીખજુરીયા તા.ગરબાડા. જી.દાહોદ
(૩) અનિલકુમાર અમરતલાલ સોની ઉ.વ.૬૧ રહે, મેઈન બજાર ગરબાડા તા,ગરબાડા જી.દાહોદ
વોન્ટેડ આરોપી :-
(૧) અરવિંદ મડીયા મિનામા રહે, આમલીખજુરીયા તા.ગરબાડા. જી.દાહોદ
(૨) શિવરાજ ધાડકા પલાસ રહે, આમલીખજુરીયા તા.ગરબાડા. જી.દાહોદ
રીકવર કરેલ મુદ્દામાલ :-
(૧) ઓગાળેલ ૧૯૦ ગ્રામ સોનાની લગડી કિ.રૂ.૧૫,૨૦,૦૦૦/માલ સાથે આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા


