વલસાડ જિલ્લાની ડુંગરા પોલીસે ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરતાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી હથિયારોનો જથ્થો કબજે કર્યો છે.ડુંગરા પોલીસને મળેલી બાતમીના આધારે, મોજે છીરી, વલ્લભનગરના ગેટ સામેના વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે આરોપી ફિરોઝ અહેમદ મકબુલ હસન અંસારી (રહે. છીરી, મૂળ યુ.પી.) ને પકડી પાડ્યો હતો.

પોલીસે તેની પાસેથી ૨ નંગ પિસ્તલ (કિ. ₹૨૦,૦૦૦/-) અને ૧૪ નંગ જીવતા કારતૂસ (કિ. ₹૧,૪૦૦/-) મળીને કુલ ₹૨૧,૯૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ફિરોઝ અહેમદની પૂછપરછમાં પિસ્તલ અને કારતૂસ આપનાર અન્ય આરોપી બિપીન બૈજનાથ મંડલ (રહે. છીરી, મૂળ બિહાર) નું નામ સામે આવ્યું હતું, જેને પણ પોલીસે ઝડપી પાડ્યો છે.
ડુંગરા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.


