VALSAD : દલવાડામાં ભંગારના ગોડાઉનમાં આગ, કેમિકલના કારણે આગ વધુ ભડકી

0
19
meetarticle

દમણના દલવાડા ગામમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.સંઘપ્રદેશ દમણના દલવાડા ગામમાં આજે એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

મળતી માહિતી મુજબ, દલવાડા ગામે આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આ ગોડાઉનમાં પ્લાસ્ટિકનો ભંગાર અને કેમિકલયુક્ત પદાર્થોનો મોટો જથ્થો હોવાથી આગ વધુ તીવ્ર બની હતી. આગ એટલી ભીષણ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગને પગલે આસપાસના રહીશોમાં પણ જીવ બચાવવા દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ દમણ ફાયર વિભાગની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જોકે, કેમિકલ અને પ્લાસ્ટિક હોવાના કારણે આગ વારંવાર ભભૂકી રહી છે, જેને કારણે કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.



  

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here