VALSAD : પારડી તાલુકામાં તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી, પોલીસ તપાસ શરૂ

0
46
meetarticle

પારડી તાલુકાના એક ગામમાં યુવાનો દ્વારા કાયદાના સરેઆમ લીરેલીરા ઉડાવતો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં યુવાનોએ જાહેરમાં તલવાર વડે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી.વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામમાં યુવાનો દ્વારા કાયદાના સરેઆમ લીરેલીરા ઉડાવતો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં યુવાનોએ જાહેરમાં તલવાર વડે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી.

આ યુવાનોએ તલવારથી કેક કાપતા હોય તેવા વીડિયો અને ફોટાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મૂક્યા હતા, જેના કારણે આ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો છે. જાહેરમાં તલવાર જેવા ધારદાર હથિયારનો ઉપયોગ કરીને ઉજવણી કરવી એ કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાં જ વલસાડ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. પારડી પોલીસે તાત્કાલિક આ વાયરલ વીડિયોને ધ્યાનમાં લઈને તપાસ હાથ ધરી છે. પોલીસ આ વીડિયો કયા ગામનો છે, તેમાં દેખાતા યુવાનો કોણ છે અને તેમની સામે કાયદા મુજબ શું પગલાં લઈ શકાય તેની વધુ તપાસ કરી રહી છે. આ પ્રકારે હથિયારોનો જાહેરમાં ઉપયોગ કરી ઉજવણી કરનારા યુવાનો સામે કડક કાર્યવાહી થવાની સંભાવના છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here